વેસુ-રોડ પર કરિયાણાની દુકાનનું શટર તોડાયું
સુરત, તા. ૩
શહેરમાં ચોરીના બનેલા બે બનાવમાં રૂપિયા ૧.૭૧ લાખ રોકડા ચોરાયા હતા.
અઠવા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ નાનપુરા ટીમલીયાવાડ સ્વાતિ સોસાયટી ઘર નં. ૧૧માંથી ત્રણથી ચાર અજાણ્યા ઈસમો રોકડા રૂ. ૧.૫૦ લાખ અને પાંચ નંગ સાડી ચોરી ગયા હતા. ઘર માલિક ધીમંત કુમાર ઠાકોરભાઈ મૈસુરિયાએ અઠવા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.
બીજા બનાવમાં વેસુ એસ.ડી. જૈન કોલેજની પાસે પ્રાઈમ પેલેસમાં આપેલ કરિયાણાની દુકાનનું શટર ઊંચુ કરી બે અજાણ્યાની તસ્કરો રોકડા રૂપિયા ૨૧,૦૦૦ અને કાગળો ચોરી કરી ગયા હતા. દુકાનદાર અન્ય રાધેશ્યામ સોનીએ ઉમરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



