ચેમ્બર, ફોગવા, ડાયમંડ એસો. અને ક્રેડાઈનું પ્રતિનિધિ મંડળ ગાંધીનગરમાં

0
8

ગેરકાયદે સ્ટ્રકચરોનું સ્વૈચ્છિક ડિમોલીશન કરવાની મુદત આપવા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરશે
સુરત, તા. ૩
તક્ષશિલા અગ્નિકાંડ બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા તાત્કાલિક મુખ્ય સચિવને ૩ દિવસમાંï રિપોર્ટ માગ્યો હતો. મુખ્ય સચિવ જે.એન. સિંગ દ્વારા સમગ્ર રાજ્યમાં કોમર્શિયલ, ઈન્ડસ્ટ્રીઝ અને રેસિડઠેન્સીયલ બાંધકામમાં ટેરેસ ઉપર ગેરકાયદે ડોમ, પતરા શેડ પ્રકારના સ્ટ્રક્ચરને ઉતારવાની સૂચના આપી હતી. ઈન્ડસ્ટ્રીઝોના ટેરેસ ઉપર મોટા ભાગે ડોમ સ્ટ્રકચર આવતા હોવાથી કારખાનાઅો બંધ થવાની સાથે બેરોજગારીમાં વધારો તેમજકાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાંગવાની શક્યતા અંગે આજે ચેમ્બરની આગેવાની હેઠળ પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રી રજૂઆત કરવા ગાંધીનગર પહોંચી ગયું છે.
ચેમ્બર ઓફ કોમર્સના અધ્યક્ષ કેતન મહેતા, ઉપાધ્યક્ષ દિનેશ નાવડિયાની અધ્યક્ષતામાં સુરત ડાયમંડ એસોસિએશન, ફોગવા અને ક્રેડાઈના પ્રતિનિધિઅો બપોરે ૨ વાગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજૂઆત કરવા માટે આરોગ્ય મંત્રી કિશોર કાનાણીના બંગલે ભેગા થયા છે સુરતમાં ઈન્ડસ્ટ્રીઝ સોસાયટીમાં ટેરેસ ઉપરથી જા ડોમ સ્ટ્રકચર દૂર કરાય તો ઉદ્યોગ જગતને ભારે ફટકો પડશે. વિવર્સોએ ફાયર સેફટી વસાવવાની ખાત્રી આપી. બાંધકામમાં ફેરફાર કરવા અને મશીનરી ખસેડવા માટે સમય વધારી આપવાની રજૂઆત કરી છે.
ડાયમંડ એસો અને ક્રેડાઈ દ્વારા પણ એવી રજૂઆતો કરવામાં આવી છે કે, ઘણા ડોમ સોલાર પેનલ વીજ ઉત્પાદન કરવા માટે ઉપયોગમાં લેવાય છે. ડોમનોઉપયોગ માત્ર ગરમીથી બચવા થતો હોય, ડોમનો માનવજીવ સતત ઉપયોગ કરતા ન હોય, ડોમમાં જ્વલનશીલ ન હોય તેવી ચીજવસ્તુનો સંગ્રહ કરવા માટે બનાવેલ હોય, માત્ર રૂફ બનાવી ચારે બાજુથી હવા ઉથજાસ આવી શકતી હોય, કર્મચારીઓના ભોજન/ મીટિંગ માટે બનાવ્યો હોય, રૂફ ટેરેસ ગાર્ડન માટે ઉપયોગમાં લીધો હોય, માત્ર તડકાથી બચવા માટે વરસાદી પાણીનું લીકેજ અટકાવવા બનાવ્યો હોય તેવા ડોમ દૂર ન કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવશે. તાત્કાલિક અસરથી મુખ્યમંત્રી તંત્ર દ્વારા હથોડા ઝીંકી ડોમ સ્ટ્રકચર ડિમોલીશન અટવકો તે માટે રજૂઆત કરવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY