હત્યા કેસના આરોપી પીઆઈ ખિલેરી સહિતના આઠ પો. કર્મીઓને શોધવા ઠેર-ઠેર તપાસ

0
5

ખટોદરા પોલીસ મથકના ભાગેડૂ પોલીસ કર્મચારીઓને ઝડપી પાડવા ડીસીબી, પીસીબી અને એસઓજી પોલીસે જુદા જુદા સ્થળે તપાસ કરી
સુરત, તા. ૩
હત્યારા ખટોદરા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.બી. ખિલેરી, પીએસઆઈ સી.વી. ચૌધરી, કોન્સ્ટેબલ કલ્પેશ નાગર, આશિષ મનસુખ, હરેશ ચૌધરી, પરેશ નાથા, કનકસિંહ દિયોલને હજુ સુધી સુરતની ક્રાઈમ બ્રાન્ચ, પ્રિવેન્ટીવ ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી પોલીસ શોધી શકી નથી. ગત શુક્રવારે ચોરીની શંકામાં લવાયેલા ત્રણ શકમંદોને ઢોર માર મારવામાં આવ્યો હતો. જેમાં ઓમ પ્રકાશ પાંડેનું મૃત્યુ થયુ હતું. મૃતક ઓમપ્રકાશના પોર્સ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટ મુજબ ઈજા ૩૬થી વધુ જગ્યાએ ઈજાના નિશાનો મળી આવતા પોલીસ કમિ. સતીષ શર્માના આદેશથી નાસી જનારા તમામ પોલીસ વાળા વિરદ્ધ દાખલ થયેલી ફરિયાદમાં ઈ.પી.કો. કલમ ૩૦૨નો ઉમેરો કરવામાં આવ્યો હતો. શુક્રવારે મોડી સાંજે પીઆઈ ખિલેરીથી માંડીને આઠેય પોલીસવાળા ખટોદરા પોલીસવાળા ખટોદરા પોલીસ સ્ટેશનમાંથી ફરાર થઈ ગયા હતા. પોલીસ તંત્ર માટે લાંછનરૂપ આ ઘટનાના પડઘા છેક ગાંધીનગર સુધી પડ્યા છે. છેલ્લા ચાર-દિવસથી ભાગી છૂટેલાં તમામ પોલીસ વાળાને ડીસીબી, પીસીબી, એસઓજીની ટીમ શોધી રહી છે. પરંતુ આઠેય આરોપીનો પત્તો મળતો નથી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સમગ્ર ગુજરાત પોલીસમાં આ નાસી છૂટેલા પોલીસ કર્મીઓ અંગે જાણકારી આપી દેવામાં આપી છે તેમજ નાસી છૂટેલા આ પોલીસ કર્મીઅોના સગા-સંબંધી- મિત્રો વર્તૂળને ત્યાં પણ તપાસ કરવામાં આવી રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY