ઉત્તર ગુજરાતમાં ૪૫ અને દક્ષિણ ગુજરાતમાં ૩૪ ડિગ્રી તાપમાન

0
14

દક્ષિણ ગુજરાતમાં તાપમાન નીચું રહેતા લોકોને રાહત
સુરત, તા. ૩
સમગ્ર ઉત્તર ગુજરાતમાં રેકોર્ડબ્રેક ગરમી પડી રહી છે. તાપમાનનો પારો ૪૫ ડિગ્રી વટાવી ગયો છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં ઉકળાટ બફારો અને ભેજવાળા વાતાવરણ વચ્ચે ગરીમનો પારો સરેરાશ ૩૪ ડિગ્રી નોંધાતા શહેરીજનોને રાહત મળી રહી છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકત્તમ તાપમાન ૩૪.૨ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૨૯.૬ ડિગ્રી નોંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૭૫ ટકા તેમજ હવાનું દબાણ ૧૦૦૬.૯ મીલીબાર નોંધાયું છે. શહેરમાં દક્ષિણ પિમ દિશાથી કલાકના ૬ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહો છે.
નવસારીમાં અધિકત્તમ તાપમાન ૩૪ ડિગ્રી અને વલસાડમાં અધિકત્તમ તાપમાન ૩૩ ડિગ્રી નોંધાયું છે. સમગ્ર ઉત્તર ભારતમાં ભારે ગરમી પડી રહી છે. સુરેન્દ્રનગરમાં ૪૫.૩ ડિગ્રી, ગાંધીનગરમાં ૪૫ ડિગ્રી રાજકોટમાં ૪૪.૫ ડિગ્રી અને અમદાવાદમાં ૪૪.૪ ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યના ૧૨ શહેરોમાં અધિકત્તમ તાપમાન ૪૨ થી ૪૫ ડિગ્રી વચ્ચે નોંધાયું છે.
દક્ષિણ ગુજરાતમાં અધિકત્તમ તાપમાન સરેરાશ ૩૪ ડિગ્રી નોંધાયું છે. આગામી દિવસોમાં વાતાવરણમાં ફેરફાર થાય તેવી પૂરી શક્યતા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY