બિલ્ડિંગો પરના સ્ટ્રક્ચરો સંદર્ભે નવી નીતિ અમલી બનશે
સુરત, તા.૪
તક્ષશિલા અગ્નિકાંડમાં ૨૨ માસુમ બાળકોના મોત બાદ આગ માટે ડોમ સ્ટ્રક્ચર જવાબદાર હોવાનું માનીને સરકારે ટેરેસ ઉપરના તમામ ડોમ સ્ટ્રક્ચર તોડી પાડવા આદેશ કર્યો હતો. સુરતમાં છેલ્લા એક સપ્તાહ સુધી અભિયાન ચલાવ્યા બાદ ડોમ સ્ટ્રક્ચરની કેટેગરી નક્કી કરી આગ દુર્ઘટના માટે જવાબદાર હોઈ શકે તેવા જ સ્ટ્રક્ચર તોડવા માટેïની આજે ગાંધીનગરમાં પોલીસી નક્કી કરવા મનપા કમિશનર અને પદાધિકારીઓ રવાના થયા છે.
સુરત મહાનગરપાલિકા કમિશનર એમ. થેન્નારાસનના આદેશથી છેલ્લા એક સપ્તાહ દરમ્યાન શહેરના તમામ ઝોનમાં દરરોજ ૧૦૦થી વધુ સ્થળો પર ગેરકાયદે ડોમ સ્ટ્રક્ચર તોડી પાડવાની કામગીરી થતી હતી. કોમર્શિયલ, એજ્યુકેશનલ અને ઈન્ડસ્ટ્રીઝ ટાઈપના બાંધકામોમાં ટેરેસ ઉપર પતરા, શેડ અને ડોમનું ગેરકાયદે સ્ટ્રક્ચર તોડી પાડવામાં આવતા ઉદ્યોગકારો ચિંતિત થયા છે.
ધ સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, સુરત ડાયમંડ એસોસિએશન, સુરત બિલ્ડર્સ એસોસિએશન (ક્રેડાઈ) ફેડરેશન ઓફ વિવર્સ એસોસિએશન (ફોગવા)ની આગેવાનો ગતરોજ ગાંધીનગર જઈ મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળી જે ડોમ સ્ટ્રક્ચરમાં દુર્ઘટના થવાની સંભાવના હોય તેવા જ સ્ટ્રક્ચર તોડવાની રજૂઆત કરી હતી. મુખ્યમંત્રીએ રજૂઆત સાંભળીને સ્પેશિયલ સચિવ કે. કૈલાશનાથન અને મંત્રી કુમાર કાનાણીની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે બેઠક બોલાવી છે. આ બેઠકમાં સુરત મનપાના કમિશનર તથા પદાધિકારીઓ હાજર રહેવા માટે રવાના થયા છે. બપોર બાદ મંત્રી કાનાણીની અધ્યક્ષતામાં કે.કૈલાશનાથન સાથે પદાધિકારીઓ અને મનપા કમિશનર ડોમ સ્ટ્રક્ચર તોડવા માટેની કેટેગરી નક્કી કરશે. પાલિકા દ્વારા હાલ જે આડેધડ ડોમ સ્ટ્રક્ચર તોડવામાં આવી રહ્ના છે. તેના બદલે તેની એક ચોક્કસ પોલીસી બનાવવાનું કામ આજની બેઠકમાં નક્કી થશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




