નર્મદા જિલ્લામાં 23.74 કરોડના 1482 જેટલા કામોને કોંગ્રેસ, ભાજપ અને બીટીપી ના સભ્યો વચ્ચે સર્વાનુમતે અપાયેલી બહાલી
જિલ્લા પ્રભારીમંત્રી બચુભાઇ ખાબડની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લા પંચાયત સભાખંડ ખાતે જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની યોજાયેલી બેઠક
રાજપીપળા : નર્મદા જિલ્લામાં ગુજરાત પેર્ટનના 23.74 કરોડના ખર્ચે 1482 જેટલા કામોને આદિજાતિ વિકાસ બેઠક માં કોંગ્રેસ, ભાજપ અને બીટીપીના સભ્યો વચ્ચે સર્વાનુમતે બહાલી આપવામાં આવી પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં બંધ બારણે મિટિંગમાં તમામ નેતાઓની સહમતી થી આ કામો મંજુર થયા જોકે કોઈ એક બે ગામોને કામોની લ્હાણી નહિ આપવા માટે મંત્રીએ ટકોર કરી હતી.
ગુજરાત રાજ્યના રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ, પશુપાલન અને ગૌશર્વધન વિભાગના રાજય મંત્રી અને જિલ્લા પ્રભારીમંત્રી બચુભાઇ ખાબડની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત સભા ખંડ ખાતે ગુજરાત પેટર્ન યોજના વર્ષ-19-20 ના આયોજન અંગે જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઇ ગઇ.આ બેઠકમાં 23.74 કરોડની રકમ 1482 કામો કરવામાં આવશે. વધુની સુચિત જોગવાઇના કામોને બહાલી આપવામાં આવી ત્યારે મંત્રી ખાબડે ગત વર્ષના બાકી કામો સત્વરે પૂર્ણ થાય તે માટે જે તે વિભાગ ધ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવા ટકોટ કરી હતી અને અમલિકરણ અધિકારીઓને સુચના આપી હતી. પીવાના પાણી માટે નવા બોર, મોટર અને હેન્ડપંપ જેવી કાર્યવાહી તાત્કાલીક હાથ ધરવાની પણ જિલ્લા પ્રભારીમંત્રી બચુભાઇ ખાબડે તાકીદ કરી હતી. આ બેઠક માં ભરૂચ વિસ્તારના સંસદ સભ્ય મનસુખ વસાવા, નાંદોદ ધારાસભ્ય પી.ડી.વસાવા, દેડીયાપાડા ધારાસભ્ય મહેશ વસાવા તથા જિલ્લા પંચાયતના પ્રમુખ દામાભાઇ વસાવા, ઇનચાર્જ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી ડો.જીન્સી વિલિયમ, જિલ્લા પ્રાયોજના વહિવટદાર આર.વી.બારીયા,પાણી પુરવઠા કા.પા.ઈજનેર અનિલ ગર્ગ, સમિતિ સભ્ય ભારતીબેન તડવી જિલ્લા-તાલુકાના પદાધિકારીઓ-અધિકારીઓ વગેરે હાજર રહ્યા હતા.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




