બુધવાર,૫,જૂન ૨૦૧૯ના રોજ બ્રહ્માકુમારીઝ, સેક્ટર-૨૮ ગાંધીનગરના પીસપાર્ક હોલમાં સવારે ૭.૦૦ વાગે વિશ્વ પર્યાવરણ દિને એક વિશેષ સ્નેહમિલનનું આયોજન કરવામાં આવેલ છે.
વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં હિમાચલ પ્રદેશ સિમલાથી પર્યાવરણ વિશેષજ્ઞ, આંતરરાષ્ટ્રિય પ્રવક્તા અને ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ટ્રુથ કોંન્શિયનેસના સંસ્થાપક સહ નિર્દેશક સ્વામી ઓમકારાનંદ સરસ્વતી તથા તેમના સહયોગી શિષ્ય સ્વામી વિવેકાનંદ સરસ્વતી ખાસ ઉપસ્થિત રહી પર્યાવરણ પ્રેમની સરવાણી વહેવડાવશે. સાથે પૂર્વ ફોરેસ્ટ અધિકારીશ્રી દિનેશભાઈ ચાવડા પણ પર્યાવરણ પ્રત્યેની આપણી ફરજથી વાકેફ કરશે. જ્યારે સંચાલિકા આદરણીય રાજયોગિની કૈલાશ દીદી પ્રસંગોપાત આશીર્વચન આપશે. તો સૌ પર્યાવરણ પ્રેમી ભાઈ બહેનોને આ સ્નેહમિલનમાં અચૂક હાજર રહેવા હાર્દિક ઇશ્વરીય નિમંત્રણ છે.
B.K.Kailash (99790 99922)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



