વરાછામાં ચાની લારીમાં તોડફોડ બાદ રોકડા રૂ.૧૮૭૦૦ની લૂંટ

0
26

રવિ પાંડે સહિત ત્રણ લોકો સામે ફરિયાદ
સુરત, તા.૪
વરાછા ચાની લારી પર નજીવા કારણોસર તોડફોડ કરી તથા ગલ્લામાં રાખેલા રોકડા રૂપિયા ૧૮૭૦૦ની લૂંટ કરી ત્રણ ઈસમો ફરાર થઈ ગયા હોવાનો બનાવ વરાછા પોલીસ મથકમાં નોંધાયો હતો. પોલીસે લૂંટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ ઉત્તર પ્રદેશના મીરજાપુર જિલ્લાના વતની અને હાલમાં વરાછા એ.કે. રોડ ખાતે સુનીલભાઈ રાજપુત રહે છે. તેઓની એક ચાની લારી એ.કે. રોડ સુથાર પંચની ચાલ પાસે આવેલી છે. ગતરોજ ૩જી જૂનના રોજ રાત્રિના સુમારે એ.કે. રોડ લાલ અખાડા પાસે રહેતા રવિ પાંડે, કાલીયા અને એક અજાણ્યા ઈસમે તેની લારી પર તોડફોડ કરી ગલ્લામાં મુકેલા ૧૮૭૦૦ રોકડાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. આ સાથે ચાની લારીની આગળ મુકેલી એક ઓટો રિક્ષાને પણ નુકસાન કર્યુ હતું. વરાછા પોલીસે લૂંટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY