૨૨ જેટલી ટીમો દ્વારા ડોમ તથા સ્ટ્રક્ચરો તોડી પાડવાની કામગીરી યથાવત
સુરત, તા.૪
શહેરના તમામ ૮ ઝોન વિસ્તારમાં આજે પણ પાલિકાની ૨૨ ટીમો દ્વારા ૪૫ સ્થળો પર તોડફોડ હાથ ધરવામાં આવી છે.
તક્ષશિલા અગ્નિકાંડ બાદ મનપા કમિશનરના આદેશથી ગેરકાયદે બાંધકામનું ડીમોલીશન અને ફાયર સેફ્ટી નોર્મ્સને પ્રાધાન્ય આપવામાં આવી રહ્નાં છે. મનપાની ટીમો દ્વારા શહેરમાં ટેરેસ ઉપર બનાવેલ ગેરકાયદે ડોમ, પતરા, શેડ અને સ્ટ્રક્ચર પ્રકારના બાંધકામનું ડીમોલીશન કરવા માટે આજે ૨૨ ટીમોને સવારથી વિવિધ ૪૫ સ્થળો પર રવાના કરવામાં આવી છે. અઠવામાં ૪, ઉધનામાં ૪, કતારગામમાં ૧૦, રાંદેરમાં ૧૦, વરાછા એમાં ૯, વરાછા બી માં ૩, સેન્ટ્રલ ઝોનમાં ૩ અને લીંબાયત ઝોનમાં ૨ મળી કુલ ૪૫ સ્થળો પર ગેરકાયદે ડોમ સ્ટ્રક્ચર તોડી પાડવાની કામગીરી ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ડોમ સ્ટ્રક્ચરની પ્રાયોરિટી અને કેટેગરી નક્કી કરવા માટે મનપા કમિશનર અને પદાધિકારીઅો ગાંધીનગર ખાતે પોલીસી નક્કી કરવા ગયા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



