પોલીસ કમિશનર શર્માએ કરેલો હુકમ
સુરત, તા.૪
ખટોદરા પોલીસ સ્ટેશનમાં આરોપીની હત્યા મામલે સુરત પોલીસ કમિશનર સતીષ શર્મા દ્વારા મહત્વનો આદેશ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. સુરત પોલીસ કમિશનર દ્વારા આદેશ આપાવામાં આવ્યો છે કે, કોઈ પણ પોલીસ સ્ટેશનમાં આરોપીને ધરપકડ વગર લોકપમાં નહીં રાખે. જો રાખવામાં આવશે તો પીઆઇ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
સુરત પોલીસ કમિશનર સતીષ શર્મા દ્વારા આદેશ આપાવામાં આવ્યો છે, કે તમામ પોલીસ સ્ટેશનમાં LIBના માણસો સિવાયના તમામ પોલીસ કર્મચારીઓ યુનિફોર્મમાં નોકરી કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. ઓમપ્રકાશ પાંડેનું કસ્ટડિમાં મોત થયા બાદ તમામ પોલીસ સ્ટેશનોમાં હવેથી પીઆઇ દ્વારા નોકરીની વહેંચણી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ખટોદરાના પીઆઈ ખિલેરી, પીએસઆઈ ચિરાગ ચૌધરી, કોન્સ્ટેબલ કલ્પેશ ગરંભા, આશિષ દિહોરા, હરેશ ચૌધરી, પરેશ ભુકણ, કનકસિંહ દિયોલ સામે હત્યાનો ગુનો દાખલ કરી તમામની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ભાગી જનાર તમામના મોબાઇલ ફોન પોલીસ મથકમાં જમા હોવાથી પકડી પાડવાનું કામ પોલીસ માટે પડકાર રૂપ બની ગયું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



