સુરત, તા.૧
અઠવાલાઇન્સ મહાવીર હોસ્પિટલ નજીક આવેલી કુરિયર સર્વિસની ઓફિસમાંથી રોકડા રૂપિયા ૪૩ હજારની ચોરી થઈ હતી. જ્યારે ગોડાદરા ખાતે મોબાઈલ ટાવરના એ.સી. કોમ્પ્રેશનમાં શીશુ-તાંબાની ચોરી થઈ હતી.
અઠવા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અઠવાલાઈન્સ મહાવીર હોસ્પિટલ પાસે પ્રેસિડેન્ટ પ્લાઝા એલ/૧૩ વાળી ઓફિસનું શટર તોડી અજાણ વ્યકિત રોકડા રૂપિયા ૪૩૦૦૦ ચોરી કરી હતી ગયા હતા. બનાવ સંદર્ભે કુરિયર સર્વિસ ચલાવતા ઓફિસ માલિક સતીષ કરશન બળેજાએ અઠવા પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી.
જયારે બીજા બનાવમાં ગોડાદરા હરિહંત કોમ્પલેક્ષ ખાતે આવે ઈન્ડશ કંપનીના મોબાઈલ ટાવરના એ.સી. કોમ્પ્રેશનમાંથી અજાણ્યો વ્યકિત રૂ. ૧૦ હજારની કિંમતનું શીશુ-તાંબુની ચોરી કરી ગયો હતો બનાવની સંદર્ભે બાલુભાઈ સોમાભાઈ ચાવડાએ લીંબાયત પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




