બુલંદશહર હિંસાઃ ૮૩ નિવૃત અધિકારીઓએ યોગીને પત્ર લખી માંગ્યું રાજીનામું

0
7

યોગીએ બુલંદશહર હિંસાને ગંભીરતાથી લીધી નથીઃ સેવાનિવૃત્ત બ્યુરોક્રેટ્‌સ
લખનઉ,તા.૧૯
ઉત્તરપ્રદેશના બુલંદશહરમાં થયેલી હિંસા પર રાજ્યના ભૂતપૂર્વ બ્યૂરોક્રેટ્‌સ દ્વારા યોગી આધિત્યાનાથની આગેવાનીવાળી ભાજપની સરકાર સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે. લગભગ ૮૩ જેટલા સેવાનિવૃત્ત બ્યૂરોક્રેટ્‌સ દ્વારા બુલંદશહર હિંસા બાદ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના રાજીનામાની માગણી કરવામાં આવી છે. પોતાના ખુલ્લા પત્રમાં સેવાનિવૃત્ત બ્યૂરોક્રેટ્‌સનું કહેવું છે કે યોગી આદિત્યનાથે બુલંદશહર હિંસાને ગંભીરતાથી લીધી નથી. તેના સિવાય તેઓ માત્ર ગૌહત્યાના કેસ પર ધ્યાન આપી રહ્યા છે.
ભૂતપૂર્વ બ્યૂરોક્રેટ્‌સનો આ પત્ર ત્યારે સામે આવ્યો છે કે જ્યારે બુલંદશહર હિંસાની તપાસ એસઆઈટી દ્વારા પૂર્ણ કરી લેવામાં આવી છે. તપાસમાં ખુલાસો થયો છે કે હિંસા પહેલા ગૌકશી થઈ હતી. આ આરોપમાં ચાર લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથનું રાજીનામું માંગનારાઓમાં ભૂતપૂર્વ બ્યૂરોક્રેટ્‌સ બૃજેશકુમાર, અદિતિ મેહતા, સુનીલ મિત્રા જેવા વરિષ્ઠ અધિકારીઓ પણ સામેલ છે. અધિકારીઓનો આરોપ છે કે બુલંદશહર હિંસાને રાજકીય રંગ આપવામાં આવ્યો છે. અધિકારીઓનું કહેવું છે કે તેમણે પહેલા પણ ઘણાં મામલાઓમાં ખુલ્લો પત્ર લખ્યો છે.
બુલંદશહર હિંસાને લઈને તેમણે કહ્યું છે કે એક પોલીસકર્મીની ભીડ દ્વારા હત્યા થવી બેહદ દર્દનાક છે. આનાથી યુપીની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ઘણાં પ્રકારના સવાલો ઉભા થાય છે. તેમણે અપીલ કરી છે કે અલ્હાબાદ હાઈકોર્ટે આ મામલાને ધ્યાન પર લેવો જાઈએ અને હિંસા સાથે જાડાયેલા આખા પ્રકરણની તપાસ થવી જાઈએ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY