સુરત, તા.૪
ખટોદરા પોલીસ સ્ટેશનમાં બનેલ પરપ્રાંતીય શ્રમિકના કસ્ટોડીયલ ડેથ અને પરપ્રાંતીય શ્રમિકવર્ગને પોલીસ ખાતા મારફત હેરાનગતિ અને કનડગત કરવામાં આવતા હોય તે અંગે રજુઆત કરવા માટે આજે(૪-૬-૧૯) સાંજે ૪ઃ૩૦-કલાકે સુરત શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સુરત પોલીસ કમિશ્નરશ્રીને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. પોલીસ કમિશનર કચેરી, અઠવાલાઈન્સ સુરત ખાતે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હોવાનું સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રવક્તા કિરણ રાયકાએ જણાવ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





