રક્તની અછત સર્જાતા સામાજિક મંડળો દ્વારા ૨૦૨ યુનિટ રક્તનું દાન કરાયું

0
5

રેડક્રોસ બ્લડ બેંક સ્વૈચ્છીક દાતાઓ તરફથી રક્તદાન
સુરત, તા.૪
રજા ઉનાળુ વેકેશન-ગરમી લગ્નઉત્સવોથી સભર દિવસો હોવાથી રેડક્રોસ રક્તબેંક નવસારીમાં રક્તની અછત પ્રતિવર્ષ સર્જાય છે. બીજી બાજુ દર્દીની રક્તબેગની ડિમાન્ડ ઘટતી નથી. પરંતુ આ સામાજિક મંડળોના ઉત્સાહી કાર્યકરોએ આ પરિસ્થિતિમાં સહાયરૂપ થવાનું વિચાર્યુ અને રક્તદાન શિબિરો યોજી રેડક્રોસ નવસારીની રક્તબેંક દ્વારા દર્દીઓને નવજીવન આપ્યું છે.
વિશા પોરવાડ જૈન સમાજ એક મોટુ સંગઠન છે. આ સંગઠનમાં નવસારી પંથકમાં ૩૭૫ જેટલા પરિવારોની સંખ્યા છે. ખાસ કરીને કાપડ, જનરલ સ્ટોર વગેરે વ્યવસાયમાં એમનું પ્રદાન છે. મતિયા પાટીદાર સમાજ ભવનમાં તા.૨૬-૫-૨૦૧૯ વાર્ષિક સ્નેહ સંમેલન યોજાયું હતું. મોટી સંખ્યામાં આ પરિવારો ઉમટી પડ્યા હતા. રંગારંગ કાર્યક્રમ ઈનામ, વિતરણ મનભાવતા ભોજન સાથે ૧૨૪ યુનિટ રક્ત એકત્ર કરી આપ્યું છે. રંગારંગ કાર્યક્રમમાં રેડક્રોસ રક્તદાન પ્રવૃત્તિ અંગેની નાટ્યકૃતિ રજૂ કરી હતી.
શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજના ૧૨૫ થી વધુ પરિવારો નવસારીમાં સ્થાયી થયા છે. બેન્સો, બિલ્ડિંગ મટીરિયલ વગેરે વ્યવસાયમાં છે. ઉપરોક્ત તારીખે સાંજે ચોવીસી હાઈસ્કૂલના સભાખંડમાં રક્તદાન શિબિર યોજી ૭૮ યુનિટ રક્ત એકત્ર કરી આપ્યું છે. આ બંને સંસ્થાના કાર્યક્રમમાં પ્રા. જશુભાઈ નાયક ઉપસ્થિત રહી રક્તદાતાઓનો રેડક્રોસ વતી રૂણ સ્વીકાર કર્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY