સુરતમાં વસતા સમસ્ત વેજાણી પરિવારનો સ્નેહમિલન સમારંભ

0
8

અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલી અર્પણ કરાઈ
સુરત, તા.૪

સુરતમાં વસતા સમસ્ત વેજાણી પરિવારના છઠ્ઠા સ્નેહમિલન સમારોહનું જૂની શક્તિવિજય સોસાયટીની વાડીમાં આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના પ્રાંરભે તક્ષશિલા આગ દુર્ઘટનામાં પ્રાણ ગુમાવનાર બાળકોના આત્માને શાંતિ મળે અને તેમના પરિવારજનોને અણધારી આફતમાં દુઃખ સહન કરવાની શક્તિ આપે તેમજ સારવાર લઈ રહેલાબાળકો પણ જલદી સાજા થાય પ્રાર્થના કરવામાં આવી.
આ પ્રસંગે બાલભવન થી ધો.૧૨ સુધીના તમામ વિદ્યાર્થીઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. દર વર્ષે નિયમિત કાર્યક્રમ યોજાય તે માટે દાતાશ્રીઓએ પણ દાનની સરવાણી વહાવી હતી. એંજલ વેજાણી, બિપીનભાઈ વેજાણી અને ધામેલિયા વિશાખાએ પ્રાસંગિક વક્તવ્ય રજૂ કર્યાં હતાં.
સતત છ વર્ષથી કાર્યક્રમનું સંચાલન કરનાર અને આજના મુખ્ય વક્તા શ્રી રાજેશભાઈ ધામેલિયાનું પુષ્પગુચ્છ,પુસ્તક અને શાલ અર્પણ કરીને સંમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી રાજેશ ધામેલિયાએ જણાવ્યું હતું કે, “સાચી મોટાઈ બીજાને માન આપવામાં છે.અન્ય વ્યક્તિમાં ગુણ જોવા અને પોતાના દોષો શોધી દૂર કરવા એ આનંદમય જીવનનું પ્રથમ સોપાન છે. આજે વેજાણી પરિવાર દ્વારા યુવાનોના હસ્તે વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.આ યુવાનો સામાજિક જવાબદારી ઉત્સાહથી નિભાવી રહ્યા છે, જે આનંદની વાત છે. આજના યુવાનો વ્યસન મુક્ત જીવન શૈલી અપનાવે તે પોતાના માટે તેમજ પરિવાર માટે પણ લાભદાયી છે. વિદ્યાર્થીઓ સારી ટકાવારી મેળવે તેની સાથે જીવન ઘડતરના પાઠ પણ શીખે તે અત્યંત જરૂરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY