ટ્યુશન ક્લાસીસના સંચાલકોને ફાયર સેફ્ટી સંદર્ભે માર્ગદર્શન

0
20

દુર્ઘટના સમયે બચાવની કામગીરી અંગે તાલીમ અપાઈ
સુરત, તા.૪
સુરત મહાનગરપાલિકાનાં ફાયર અને ઈમરજન્સી વિભાગ દ્વારા તા.૩-૬-૨૦૧૯નાં રોજ બપોરના સમયે સંજીવકુમાર ઓડીટોરિયમ, અડાજણ ખાતે ફાયર ખાતાનાં ચીફ ફાયર ઓફિસર અને તેઓ ટીમ દ્વારા અંદાજીત કુલ ૪૦૦ ટ્યુશન ક્લાસનાં આયોજક તથા સંચાલકે કયા પ્રકારની ફાયર સેફ્ટીની સુવિધા તેઓનાં ટ્યુશન ક્લાસમાં રાખવી. આગ દરમ્યાન કઈ રીતે બચાવ કામગીરી કરવી, ફાયરનાં ઉપલબ્ધ સાધનનો તાકીદે ઉપયોગ કરી આગ કઈ રીતે બુઝાવવી તેવી તાલીમ અને માહિતી આપવામાં આવેલ અને સરદાર પટેલ ઓડીટોરિયમ, સ્વીમિંગપુલ પાસે, વરાછા ખાતે ફાયર ખાતાની ટીમ દ્વારા અંદાજીત કુલ ૨૫ ટ્યુશન ક્લાસના આયોજક તથા સંચાલકોને કયા પ્રકારની ફાયર સેફ્ટીની સુવિધા તેઓનાં ટ્યુશન ક્લાસમાં રાખવી. આગ દરમ્યાન કઈ રીતે બચાવ કામગીરી કરવી, ફાયરના ઉપલબ્ધ સાધનનો તાકીદે ઉપયોગ કરી આગ કઈ રીતે બુઝાવવી તેવી તાલીમ અને માહિતી આપવામાં આવેલ હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY