રૂ.૭૪.૮૩ લાખની છેતરપિંડી અંગે વેપારીએ ફરિયાદ નોîધાવી
સુરત, તા.૫
રૂ.૭૪.૮૩ લાખની કિંમતના દુપટ્ટા, સાડી, ડ્રેસ મટીરિયલ્સ ખરીદી ઉઠમણું કરનાર મુંબઈના ચાર વેપારી સામે સુરતના વેપારીએ સલાબતપુરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોîધાવી હતી.
સલાબતપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ભરથાણા રોડ સ્વરસંગનીમાં રહેતાં અને મિલેનિયમ માર્કેટ પાચળ સોમેશ્વર માર્કેટમાં દુકાન ધરાવતા સંજીવ માલનચંદ ગુપ્તાએ આરોપી માયકા ઈમ્પેક્ષના માલિક સમર્થ રાણાવત, જયંતીલાલ રાણાવત, મોહિત બાફના, અનિલભાઈ તમામ મુંબઈïવાસી વિરૂદ્ધ ફરિયાદ નોધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓએ ફરિયાદી પાસેથી રૂ.૭૪,૮૩,૮૭૧ની કિંમતનો માલ ખરીદ્યા બાદ પાકૃતિ મુદ્દતે પેમેન્ટ ચૂકવવાને બદલે દુકાન મોબાઈલ ફોન બંધ કરી ઉઠમણું કરી નાસી ગયા હતા. બનાવ અંગે સલાબતપુરા પોલીસે ફરિયાદ નોધી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



