આરોપી ભાગી જતા લોકરક્ષક દળના જવાન સામે ફરિયાદ
સુરત, તા.૫
નવી સિવિલ હોસ્પિટલનાં આંખની ઓપીડીમાંથી ભાગી જનાર આરોપી સંદીપ ઠાકુર અને બંદોબસ્તમાં તૈનાત લોકરક્ષક વિરૂદ્ધ ખટોદરા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ખટોદરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપી સંદીપ રાકેશ ઠાકુર નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોય, ગત તા.૪-૬-૨૦૧૯ના રોજ આંખની અોપીડી પાસેથી ભાગી ગયો હતો. બંદોબસ્તમાં તૈનાત લોકરક્ષક નિતેશ બાબુ વસાવાની બેદરકારી અને નિષ્કાળજીથી આરોપી ભાગી છુટવામાં સફળ થયો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



