સુરત,તા.૫
સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર, શાંતાભાઈ લાડીયાભાઈ ગામીત (ઉ.વ.૪૫-૫૦ રહે. સોનગઢ-તાપી ગોપાલપુર સરપંચ ફળિયું) ગત શનિવારની રાત્રે લગ્નમાં જવા માટે કપડાં બદલતા સમયે પગ પેન્ટમાં ફસાઈ ગયો હતો. જેથી જમીન પર પડી જતા પગમાં ઇજા થઈ હતી. સોનગઢની સરકારી હોસ્પિટલમાં લઈ જવાતા પગના સાથણમાં ફ્રેક્ચર હોવાનું જણાયું હતું. ત્યારબાદ વ્યારા રેફરલ બાદ સુરત સિવિલ હોસ્પિટલ લવાયા હતા. રવિવારે રાત્રે સુરત સિવિલ હોસ્પિટલના ઓર્થો વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. અને મંગળવારના રોજ ઓપરેશન કરવામાં આવ્યું હતું.
મંગળવારની સાંજે પગના સાથણના ભાગનો બીજીવાર એક્સ રે પાડવા ડોક્ટરે પગ વાળીને દબાવતા દર્દીને શ્વાસ લેવામાં તકલીફ ઊભી થયા બાદ તાત્કાલિક ટ્રોમાં સેન્ટરમાં ખસેડાયા હતા. જ્યાં ઓકિસજન પર મુકાયા બાદ ગણતરીના કલાકોમાં શાંતાભાઈનું મોત નિપજતા પરિવારજનો આશ્વર્યમાં પડી ગયા હતા. અને ડોક્ટરોની બેદરકારીને લઈ શાંતાભાઈએ જીવ ગુમાવ્યો હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. ત્યારબાદ પોસ્ટ મોર્ટમ માટે પોલીસ જાણ કરાઈ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




