ન્યુ દિલ્હી,તા.૨૭
દુનિયા જેમ જેમ વિજ્ઞાનના ક્ષેત્રે આગળ વધી રહી છે તેમ તેમ હજ્જારો વર્ષોથી ચાલી આવતી હિંદુ ધર્મ ગ્રંથોની વાતોને સ્વીકારતી જાય છે. ઉત્ક્રાંતિવાદ વિશેની થીયરી ભાગવતના દસાઅવતારને સંપૂર્ણપણે મળતી આવે છે. તે લોકો એ આશ્રર્ય ચકિત છે કે ભારતીય ધર્મગ્રંથોમાં આ વાતો હજ્જારો વર્ષોથી કેવી રીતે સમાવિષ્ટ કરવામાં આવી છે. તાજેતરમાં જ નાસાએ સમુદ્ર ઈમેજિસ જાહેર કરી હતી. જેમાં પાણીને નીચે સ્પષ્ટપણે આજે પણ રામસેતુ હોવાનું તે બિલકુલ પ્રાકૃતિક નહિં પણ માનવનિર્મિત હોવાનું ખુલવા પામ્યું હતું.
જ્યાકે અનેક બુદ્ધિજીવીઓ રામને અને રામસેતુને હમ્બક ગણાવતા હતા. આજે તેના વૈજ્ઞાનિક પુરાવા ઉપલબ્ધ થઈ રહ્યાં છે. હિંદુ ગ્રંથોમાં જે વાતો છે તે આજે વિશ્વને માનવી જ પડે તેવા પુરાવા એ વાત સાબિત કરે છે કે હિંદુ ધર્મ જ સનાતન ધર્મ છે. બાકી પછી નિર્મિત થયેલા ધર્મો છે. હવે નાસા કે જે વિશ્વભરની સૌથી ટોચની અવકાશી સંશોધન સંસ્થા છે તેણે ભારતીય ગ્રંથોની એક અન્ય વાતનો સ્વીકાર કરી લીધો છે.
સૂર્ય ગ્રહણ, ચંદ્રગ્રહણ વિશે ભાગ્યેજ કોઈ ભારતીય જાણતો નહિં હોય. કઈ તારીખે સૂર્ય ગ્રહણ અને કઈ તારીખે ચંદ્રગ્રહણ છે તે ક્યા દેખાશે અને ક્યા નહિં. ક્્યારે સ્પર્શ છે. ક્યારે પૂર્ણ ગ્રહણ અને ક્યારે મોક્ષ છે તે ભારતીય પંચાગોમાં બહું જ એડવાન્સમાં સ્પષ્ટ પણે આપવામાં આવેલું હોય છે. નાસાએ એ વાત સ્વીકારી છે. ભારતીય પંચાગોમાં આપવામાં આવતી માહિતી બહું જ ચોકસાઈ ભરેલી સચોટ હોય છે. થેક્સ ટુ અવર ઋષિ- મુનિ.. કે આજે જે ગણિત આપણી પાસે પ્રાપ્ય છે ખગોળને લગતું તે વિશ્વમાં બીજે ક્્યાંય નથી. ભારતીય પંચાગ કોઈ પણ ઉપકરણની મદદ વગર માત્ર ગાણિતીય ગણતરી કરીને સચોટ રીતે દર્શાવે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



