સુરત, તા.૭
સુરત શહેરની પરિસ્થિતિને લક્ષમાં લઈ શાંતિ અને સલામતી જળવાય રહે, તે માટે સુરત શહેરના મદદનીશ પોલીસ કમિશનરશ્રી(વિશેષ શાખા)પી.એલ.ચૌધરીએ એક જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. જાહેરનામા અનુસાર તા.૧૮/૬/૨૦૧૯ સુધી સમગ્ર પોલીસ કમિશનર હકુમત હેઠળના વિસ્તારોમાં કોઇ પણ વ્યક્તિએ શસ્ત્રો, દંડા કે અન્ય કોઈપણ ઇજા પહોંચાડે તેવા સાધનો સાથે લઇ જવા નહી. આ ઉપરાંત સુરૂચિનો ભંગ અથાવ નીતિનો ભંગ થાય તેવા કોઈપણ કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
સરકારી કર્મચારી કે જેને ઉપરી અધિકારીએ સરકારી ફરજ બજાવવા આજ્ઞા આપી હોય તેવી વ્યક્તિઓને આ હુકમમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




