તા.૧૦’મી સુધીમાં લેખિતમાં પ્રશ્નો રજૂ કરી દેવા
સુરત, તા.૭
લોકોના પડતર પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. જે મુજબ જુન મહિનાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ ૨૬મીએ અને તા.૨૭મીના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે. તા.૨૬મીના રોજ સવારે ૧૧ઃ૦૦ વાગ્યે સૂરત જિલ્લા કલેક્ટરશ્રી કોઈ પણ એક તાલુકામાં ઉપસ્થિત રહેશે. જિલ્લા વિકાસ અધિકારી પલસાણામાં તથા સુરત ગ્રામ્યનાવ પોલીસ અધિક્ષક બારડોલી તાલુકામાં મામલતદાર કચેરીમાં યોજાનારા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં હાજર રહી લોકોના પ્રશ્નોને રૂબરૂ સાંભળી નિરાકરણ કરશે.
આ કાર્યક્રમના ભાગરૂપે તા.૨૬મીના રોજ સવારે ૧૧.૦૦ વાગે આ અધિકારીઓ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિકત રહેશે. જેમાં સિટી તાલુકામાં નાયબ કલેક્ટર સિટી પ્રાંત અધિકારીશ્રી, ઉમરપાડા તાલુકામાં નાયબ કલેક્ટર માંડવી પ્રાંત અધિકારીશ્રી, માંડવી તાલુકા ખાતે નાયબ નિયામકશ્રી, સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા(સ્પીપા) સુરત, ઓલપાડ તાલુકામાં નાયબ કલેકટરશ્રી ઓલપાડ પ્રાંતશ્રી, બારડોલી તાલુકામાં નાયબ કલેકટરશ્રી બારડોલી પ્રાંત, માંગરોળ તાલુકામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી(વિકાસ), કામરેજ તાલુકામાં નાયબ કલેકટર કામરેજ પ્રાંત, પલસાણા તાલુકામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી(મહેસૂલ), મહુવા તાલુકામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી(પંચાયત), ચોર્યાસી તાલુકામાં જિલ્લા પુરવઠા અધિકારીશ્રી સુરતના અધિકારીઓ હાજર રહેશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે અરજદારોએ દર મહિનાની તા.૧૦મી સુધીમાં તાલુકા કક્ષાએ મામલતદારને તાલુકા સ્વાગત કાર્યક્રમ એમ લખી તથા જિલ્લા કક્ષાના નિકાલ કરવાના કામ માટેની અરજી જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં મોકલી આપવી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




