શાળા-કોલેજમાં અનધિકૃત વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ

0
30

વાજબી કામથી આવેલી વ્યક્તિને હુકમ લાગુ પડશે નહીં
સુરત, તા.૭

યુનિવર્સિટી/સ્કુલ/કોલેજોમાં અભ્યાસ ન કરતાં હોય તેવા અસામાજિક તત્વો શૈક્ષણિક સંકુલમાં વારંવાર પ્રવેશી શૈક્ષણિક વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરતાં હોય છે, જેને ધ્યાને લેતા સૂરત શહેરના સ્પેશિયલ બ્રાંચના મદદનીશ પોલીસ કમિશનર પી.એલ. ચૌધરીએ એક જાહેરનામા દ્વારા સમગ્ર પોલિસ કમિશનર વિસ્તારમાં આવેલા યુનિવર્સિટી/સ્કુલ/કોલેજમાં અભ્યાસ ન કરતાં હોય તેવા કોઈપણ વ્યક્તિઓએ અનધિકૃત રીતે પ્રવેશવા પર પ્રતિબંધ લગાવ્યો છે.
આ મનાઈ હુકમ યુનિવર્સિટી/સ્કુલ/કોલેજમાં ખાતે આવતા વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીઓને છોડવા તથા આવતા ઓટો-વાન, માલિક/ડ્રાઈવરો (જેમની પાસે ઓળખપત્ર હોય તેવા જ) તેમજ વાલીઓ તથા વાજબી કામથી આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓને હુકમ લાગુ પડશે નહિ. આ જાહેરનામું તા.૦૪/૦૭/૨૦૧૯ સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY