કન્યા કેળવણી ઉત્સવ અંગે મુખ્યમંત્રી રૂપાણીનું જીસ્વાન વડે જીવંત માર્ગદર્શન

0
9

પ્રાથમિક તથા માધ્યમકિ શાળાઓમાં ત્રણ દિવસનો પ્રવેશ ઉત્સવ
સુરત, તા.૭
સમગ્ર રાજ્યમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ તા.૧૩ થી ૧૫મી જૂન, ૨૦૧૯ દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાશે. જેમાં તા.૧૩ અને ૧૪ જૂન ગ્રામ્ય વિસ્તારોમાં અને તા.૧૫મી જૂને શહેરી વિસ્તારોની શાળાઓમાં કાર્યક્રમ યોજાશે. વલસાડ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ ઉજવણીના આયોજન અંગે જિલ્લા કલેક્ટર સી.આર.ખરસાણના અધ્યક્ષસ્થો કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠક મળી હતી.
બેઠકને સંબોધતાં જિલ્લા કલેક્ટર સી.આર.ખરસાણે રાજ્ય સરકારની ગાઇડલાઇન મુજબ કાર્યક્રમોનું આયોજન કરવા જણાવ્યું હતું. શાળા પ્રવેશોત્સવ માટે આવનાર મંત્રીશ્રી તેમજ મહાનુભાવોનું રૂટ મુજબ સુવ્યવસ્થિત આયોજન કરવા તેમજ તેઓના લાયઝન અધિકારીઓની નિમણૂંક કરવા જણાવ્યું હતું.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વાય.એચ.પટેલે જણાવ્યું હતું કે, વલસાડ જિલ્લામાં ત્રણ દિવસના કાર્યક્રમ માટે ગ્રામ્ય વિસ્તારના ૬૩ અને શહેરી વિસ્તારના ૧૪ મળી ૭૭ રૂટનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રત્યેક પદાધિકારી/ અધિકારીને ફાળવવામાં આવેલા કલસ્ટર મુજબ બે પ્રાથમિક શાળા અને એક માધ્યમિક શાળામાં પ્રવેશોત્સવનું આયોજન કરાશે.
બેઠક અગાઉ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમનું જીસ્વાનના માધ્યમથી જીવંત પ્રસાણ નિહાળ્યું હતું.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.પી.દેસાઇ, નિવાસી અધિક કલેક્ટર કમલેશ બોર્ડર, પ્રાંત અધિકારી કે.જે.ભગોરા, રૂટ લાઇઝન અધિકારી બિપીનભાઇ પટેલ સહિત અમલીકરણ અધિકારીઓ હાજર રહ્ના હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY