પાસોદરા ગઢપુર વિદ્યાલયમાં વર્ગ વ્યવહાર સેમિનાર યોજાયો

0
80

શિક્ષકોને ટ્રેનર રાજેશ ધામેલિયાનું માર્ગદર્શન
સુરત, તા.૭

ટ્રેનર શ્રી રાજેશ ધામેલિયાએ જણાવ્યું હતું કે, “ વર્ગખંડને અસરકારક બનાવવા શિક્ષક પોતાના વિષયમાં ઊંડો અભ્યાસ કરે તે જરૂરી છે. તેની સાથે વિદ્યાર્થીને સમજવો પણ જરૂરી છે. વર્ગખંડમાં જુદી-જુદી ક્ષમતાઓ ધરાવતા વિદ્યાર્થીઓને ઓળખીને તેની ક્ષમતા પ્રમાણે તેને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવું જોઈએ.
શિક્ષક નિઃસ્વાર્થ પ્રેમ,પ્રેરણા અને પ્રોત્સાહન દ્વારા વિદ્યાર્થીના જીવનમાં આમૂલ પરિવર્તન લાવી શકે.આજે માત્ર ટકાવારી કે A+ ગ્રેડ પાછળ લોકોએ આંધળી દોટ મૂકી છે.તેને પરિણામે અન્ય કૌશલ્ય ધરાવનાર વિદ્યાર્થીઓને મોટું નુકસાન થઈ રહ્યું છે. શિક્ષકના મધુર સ્મિતથી વિદ્યાર્થીમાં આનંદ અને નવી ઊર્જાનો સંચાર થાય છે. એક શિક્ષકને જોઈને વિદ્યાર્થીના ચહેરા પર ખુશી છવાઈ જાય તો સમજવું કે શિક્ષકનું કાર્ય સફળ ગણાય. વર્ગખંડની બેઠક વ્યવસ્થા એવી કરવી જોઈએ કે હોશિયાર વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થીને મદદરૂપ થઈ શકે. વિદ્યાર્થીઓને વિદ્યાદાનનું મહ¥વ સમજાવીને અન્ય વિદ્યાર્થીઓને મદદ કરવા પ્રેરિત કરવા જોઈએ.
પ્રશ્નોત્તરી દરમિયાન જણાવ્યું હતું કે, અભ્યાસમાં પાછળ રહી ગયેલા વિદ્યાર્થીને આગળ લાવવા માટે શિક્ષક અને માતાપિતાએ ખૂબ ધીરજ રાખવાની જરૂર છે. શિક્ષકોએ પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, “આજે અમને ઘણું નવું શીખવા મળ્યું છે. આ બાબતોનો અમે વર્ગખંડમાં જરૂર ઉપયોગ કરીશું.
કાર્યક્રમનું સંચાલન શ્રી નિલેશભાઈ વાઘાણીએ કર્યું હતું. આ સેમિનારમાં શાળાના સંચાલક શ્રી ઘનશ્યામભાઈ પટેલ,માધ્યમિક વિભાગના આચાર્યા શ્રીમતી શ્રદ્ધાબહેન ડુંગરાણી, પ્રાથમિક વિભાગના આચાર્યા રિંકલબહેન ગોટી, તેમજ બાલભવન થી ધો.૧૨ સુધીના શિક્ષક ભાઈઓ –બહેનો સહભાગી થયાં હતાં.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY