બી-૧ બોંબર્સ, ટોર્નેડો અને રાફેલ વિમાનથી હુમલાઓ

0
7

વોશિંગ્ટન,
સિરિયામાં કેમિકલ હુમલા બાદ અમેરિકા, ફ્રાંસ અને બ્રિટને સિરિયન સરકારની સામે મોટી લશ્કરી કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ હુમલામાં ત્રણ દેશોએ અતિઆધુનિક હથિયારોનો ઉપયોગ કર્યો છે. હવામાં દુર સુધી ટાર્ગેટ ઉપર પડવામાં સક્ષમ મિસાઇલો અને જેટથી હુમલા કરવામાં આવ્યા હતા. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, આ હુમલામાં બી-૧ બોંબર્સ, ટોર્નેડો જેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બ્રિટનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે, ચાર ટોર્નેડો જેટથી મિસાઇલો ઝીંકવામાં આવી હતી. આ ઉપરાંત ફ્રાંસના સંરક્ષણ મંત્રાલયનું કહેવું છે કે, રાફેલ ફાઇટર વિમાનથી મિસાઇલો ઝીંકવામાં આવી હતી. આના વિડિયો ફોટા પણ જારી કરવામાં આવ્યા હતા. ૪૦૦ કિલોગ્રામ વજન સહન કરવામાં સક્ષમ ટોર્નેડો જેટ ૪૦૦ કિલોમીટરના અંતરથી લક્ષ્ય ઉપર પડી શકે છે. આનો મતલબ એ થયો કે સિરિયામાં લશ્કરી અડ્ડાઓને ફૂંકી મારવા માટે બ્રિટનના ટોર્નેડો જેટને સિરિયન ક્ષેત્રમાં પ્રવેશ કરવાની જરૂર પડી ન હતી. અમેરિકી સંરક્ષણ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે, બી-૧ બોંબર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અમેરિકાની નૌકા સેનાએ સ્પષ્ટતા કરતા કહ્યું છે કે, સિરિયામાં હવાઈ હુમલા કરવા માટે નૌકા સેનાની મિસાઇલ ક્રુઝનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આરલીગ બ્રુક ક્લાસ અનેટિકોનડર્ગો ક્રુઝર્સની સાથે હુમલો કરવામાં આવ્યો હતો. ટોમહોક ક્રુઝ મિસાઇલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ તમામ ક્રુઝ મિસાઇલોથી ૨૫૦૦ કિલોમીટરના અંતર સુધી પ્રહાર કરી શકાય છે. ફ્રાંસના રાફેલ વિમાનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ટોમહોક ક્રુઝ મિસાઇલનો ઉપયોગ ગયા વર્ષે પણ સિરિયા પર હુમલા કરાયો હતો.

આભાર – નિહારીકા રવિયા

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY