ઈસ્ટ ઝોનમાં ભારે વરસાદની સ્થિતિ અંગે મોકડ્રીલ યોજાઈ

0
7

પ્રિ-મોન્સુનની કામગીરી આખરી તબક્કામાં
સુરત, તા.૭
ઈસ્ટ ઝોન-એ ખાતે ડીઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત તા.૬-૬-૨૦૧૯ના રોજ સાંજે ૪.૦૦ થી ૬.૦૦ દરમ્યાન મોકડ્રીલ રાખવામાં આવેલ. જેમાં ઈસ્ટઝોન-એ, ખાતેના ભાગ્યોદય વોર્ડ વિસ્તારમાં આવેલ ડોમીનોઝની ગલીમાં ભારે વરસાદને કારણે ભુવો પડી ગયેલ તથા મોદી મહોલ્લો એ.કે. રોડ ખાતે ભારે વરસાદને કારણે પાણીનો ભરાવો થવા પામેલ. જેમાં આરોગ્ય વિભાગ દ્વારા તાકીદના ધોરણે આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરી સદર સ્થળે તમામ વરસાદી જાળીયાની સાફ-સફાઈ કરાવી ૨૫૦, કિલો જંતુનાશક દવાનો છંટકાવ કરાવવામાં આવેલ તથા ૦૪, ટ્રેક્ટરો રોકી ૬ ટન સોલીડ વેસ્ટનો નિકાલ કરવામાં આવેલ. તેમજ સદર સ્થળે અસરગ્રસ્તોને પટેલનગર સ્કૂલ ખાતે સલામત રીતે શીફ્ટ કરવામાં આવેલ છે. જ્યાં તેઓને જરૂરી ફુટપેકેડ તથા પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ. સદર કામગીરી ઈ.ચા.નાયબ આરોગ્ય અધિકારીની સીધી દેખરેખ હેઠળ કરવામાં આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY