તક્ષશિલા અગ્નિકાંડના આરોપીઓનો કેસ નહીં લડવા વકીલ મંડળના સભ્યોની માંગણી

0
6

સુરત જિલ્લા વકીલ મંડળના સભ્યોએ માંગણી રજૂ કરતુ આવેદન પત્ર પ્રમુખને આપ્યું
સુરત, તા.૭
સુરત સરથાણા વિસ્તારમાં આવેલ તક્ષશિલા આર્કેડમાં બનેલી આગની દુર્ઘટનામાં ૨૨ વિદ્યાર્થીઓના કરૂણ મોત નીપજ્યા હતા. આ ઘટનામાં સંકળાયેલા તમામ આરોપીઓનો કેસ નહીં લડવા માટે સુરત જિલ્લા વકીલ મંડળના વકીલોએ પ્રમુખને એક આવેદનપત્ર સુપરત કરી એક ઠરાવ પસાર કરવાની માંગણી કરી હતી.
સુરત ડીસ્ટ્રીક્ટ બાર એસોસિએશનને સુપરત કરવામાં આવેલા એક આવેદનપત્રમાં જણાવાયું હતું કે, હાલમાં વરાછા રોડ પર આવેલ તક્ષશિલા બિલ્ડિંગમાં લાગેલ આગનાં બનાવ સંબંધે સરથામા પોલીસ સ્ટેશનમાં સરથાણા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.રજી.નં.૨૪૬/૨૦૧૯ થી ગુનો રજીસ્ટર્ડ થયેલ છે. જેમાં ઘણાં બધા જવાબદાર આરોપીઓને ગુના કામે ધરપકડ કરવામાં આવેલ છે. આ ધરપકડ થયેલા આરોપીઅો અને બનાવ સંબંધે જવાબદાર ધરપકડ કરવાના બાકી આરોપીઓના કૃત્યો તથા બેજવાબદારીને કારણે અતિગંભીર આગનો બનાવ બનવા પામેલ અને તેઓની જવાબદારીમાંથી છટકવાની નીતિના લીધે બનાવ એ ખૂબ જ ગંભીર રૂપ ધારણ કરેલ અને તે બનાવમાં ૨૨ જેટલા નિર્દોષ કુમળી વયના બાળકો મરણ ગયેલ છે. જેથી આ બનાવ માટે જવાબદાર આરોપીઓને કડકમાં કડક સજા થાય અને પોતાના વારસો હોમાય જાય તો વાલીની માનસીક શું અસર થાય છે તેનો અહેસાસ આરોપીઓને થાય તે ખૂબ જ જરૂરી છે. જેથી તમામ આરોપીઓને કાયદાકીય આટીઘુટીનો લાભ તેમની તરફેણમાં નહીં આપવામાં આવે તે માટે હાલનો આવેદનપત્ર આપવાનું કારણ ઉદ્ભવેલ છે. આ અગાવ સુરત શહેરમાં સમાજની લાગણીને દુભાવતા તથા માણસાઈને હદ વટાવતા ઘણાં ગુનાઓ સંબંધે વકીલોએ એકજુથ થઈ ગંભીર બનાવોમાં સંકળાયેલા આરોપીઓ તરફે સ્વૈચ્છીક રીતે જે તે કેસ નહીં લડવાના ઠરાવો પણ પસાર કરવામાં આવેલા છે અને આ પણ ગંભીર અને કરૂણ બનાવ બનેલ હોય તક્ષશિલા અગ્નિકાંડમાં સંકળાયેલા આરોપીઅોનો કેસ નહીં લડવા સંબંધે કાયદાકીય રીતે જો કોઈ ઠરાવ થઈ શકતો હોય તે યોગ્ય ઠરાવ કરી વકીલ મંડળ ૨૨ માસુમ બાળકોને શ્રદ્ધાંજલી આપે તેવી સામાન્ય માંગણી સાથે આ આવેદનપત્ર પાઠવીએ છીએ જે સંબંધે ઘટતું કરવાની માંગણી કરાઈ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY