વધુ એક એટીએમ કાર્ડ ધારક છેતરાયો
સુરત, તા. ૭
લીંબાયત બીઓબીના એટીએમ ખાતે કાર્ડ બદલી બીજુ કાર્ડ આપીને ખાતામાંથી ૪૨ હજાર રૂ. ઉપાડી લઈ વેપારી સાથે વિશ્વાસઘાત કરી અજાણ્યો ઈસમ ફરાર થઈ ગયો હોવાનો બનાવ પોલીસ મથકમાં નોંધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ યુપીના ફતેપુર જિલ્લાના વતની અને હાલમાં લીંબાયત પદમાવતીની ગલીમાં રહેતા યાર મોહંમદ અજીજી મંસૂરી છટક વેપાર કરે છે. ગત ૧૯મી એપ્રિલ-૨૦૧૯ના રોજથી આજદિન સુધીમાં યાર મોહંમદ મંસુરી લીંબાયત બેન્ક ઓફ બરોડાના એટીએમ ખાતે પોતાનું એટીએમ કાર્ડ લઈ ને ગયા હતા. ત્યારે અજાણ્યા ઈસમે પોતાનું કાર્ડ બદલી નાખી ખાતામાંથી ૪૨ હજાર રૂપયા રોકડા ઉપાડી લઈ વેપારી સાથે વિશ્વાસઘાત કરી ફરાર થઈ ગયા હતા. એટીએમ કાર્ડ ધારકે લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા આઈપીસી ૪૦૬, ૪૨૦ મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



