દક્ષિણ ગુજરાતમાં હવામાન પલટો
અચાનક વરસાદ ઝાપટા પડતા કેરી પાક કરતા ખેડૂતો ચિંતાગ્રસ્ત
સુરત, તા. ૭
આજે વહેલી સવારે નવસારી અને વલસાડ જિલ્લાના આંતરિયાળ વિસ્તારમાં કયાંક કયાંક કમોસમી હળવો વરસાદ પડયો અને વાદળછાયુ વાતાવરણ છવાતા હવામાનમાં પલટો આવ્યો છે. બપોર સુધી અત્યંત બફારો અને ઉકળાટ થતા શહેરીજનો ભારે બેચેની અનુભવી રહ્ના છે. અસહૃય ઉકળાટ અને બફારાથી ત્રાસેલા શહેરીજનો ચોમાસાન આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્ના છે. આજે સવારથી દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. નવસારીના ગણદેવી અને બિલીમોરા તેમજ વલસાડના પારડી સહિત આસપાસના વિસ્તારમાં વહેલી સવારે હળવો વરસાદ પડયો હોવાની માહિતી મળી છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકત્તમ તાપમાન ૩૫.૨ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૨૯.૪ ડિગ્રી નોંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ વધીને ૮૦ ટકા તેમજ હવાનું દબાણ ૧૦૦૬.૬ મીલીબાર નોંધાયું છે. સવારથી જ દક્ષિણ પિમ દિશાથી પવન ફૂંકાઈ રહ્ના છે. વલસાડમાં અધિકત્તમ તાપમાન ૩૪.૯ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૨૫.૧ ડિગ્રી નોંધાયું છે. નવસારીમાં અધિકત્તમ તાપમાન ૩૫ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૨૭.૫ ડિગ્રી નોંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ વધીને ૯૨ ટકા નોîધાયું છે. વરસાદી ઝાપટા અને ભેજ વધતા કેરીના પાકને નુકસાન થવાની ભીતીથી ખેડૂતોની ચિંતા વધી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



