પારસી યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નબાદ મુસ્લિમ યુવકનો ત્રાસ

0
10

પરિણીતાને અસહૃય ત્રાસ અપાતા પોલીસ ફરિયાદ
સુરત, તા. ૨
પારસી યુવતીને પ્રેમજાળમાં ફસાવી મુસ્લિમ ધર્મ અપનાવી લગ્ન કર્યા બાદ મુસ્લિમ પતિએ શારીરિક માનસિક ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું. તેમજ માસિક ધર્મ સમયે પણ શારીરિક સંબંધ મરજી વિરુદ્ધ બાંધી વારંવાર જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી. મુસ્લિમ પતિના ત્રાસથી પારસી યુવતીએ કંટાળી જઈ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
મહિલા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રાંદેર કોઝવે રોડ હસીન મંઝિલમાં રહેતો જાવેદ ઈકબાલ હમદ ઝેરીવારએ ફરિયાદી પારસી યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી અને આ યુવતીને મુસ્લિમ ધર્મ અપનાવવા દબાણ કરી લગ્ન કર્યા હતા. લગ્નના એક માસ બાદ આરોપી ફરિયાદને મારઝૂડ કરી દીકરીને પણ માર મારતો હતો. તેમજ ફરિયાદી માસિક સમયમાં પણ બળજબરી સંબંધ બાંધી ત્રાસ ગુજારી વારંવાર જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. મહિલા પોલીસે પીડિતાની ફરિયાદ નોંધી હે.કો. આશાબેન મહેશભાઈએ તપાસ હાથ ધરી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY