સુરત,તા.૭
સરથાણા તક્ષશિલા આર્કેડમાં માર્યા ગયેલા માસૂમોના પરિવારને ન્યાય મળે તે માટે જનતા સોસાયટીના લોકોએ લોહીથી એક પત્ર લખ્યો છે. આ પત્ર કલેક્ટરને આવેદન પત્ર તરીકે આપશે. તો આ સાથે જ આ પત્ર મુખ્યપ્રધાન વિજય રુપાણીને પણ મોકલવામાં આવશે.
લોહીથી લખાયેલા પત્રમાં નાના કર્મચારીઓ સામે કામગીરી કરી મોટામાથાઓને બચાવવા બદલ તંત્રની ઝાટકણી કાઢી છે. આ સાથે પત્રમાં તક્ષશિલા કાંડના તમામ બેદરકારી દાખવનાર જવાબદારો સામે ત્વરિત પગલાં ભરવાની માંગ કરી છે. આ પત્ર કલેક્ટર સહિત, મુખ્યપ્રધાન, મુખ્યસચિવ અને પોલીસ કમિશનરને પણ આપવામાં આવશે.
મહત્વનું છે સુરતના એક આર્ટ ઈન્સ્ટિટ્યૂટમાં જે આગ લાગી હતી તેમાં ૨૩ જેટલા માસૂમ બાળકોએ જીવ ગુમાવ્યા હતા. બેદરકારીની આ આગે અનેક પરિવારના વ્હાલસોયા છીનવી લીધા હતા. ત્યારે આ ઘટના બાદ જવાબદારો સામે કડકમાં કડક પગલા લેવાય તેવી માંગ ઉઠી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




