એક જ મહિનામાં ચાર ધામની યાત્રાએ આવેલા ૪૧ શ્રદ્ધાળુઓના મોત

0
5

હરિદ્વાર,તા.૭
ગયા મહિને સાત તારીખે ચાર ધામની યાત્રાની શરૂઆત થઈ હતી. એક મહિનામાં અત્યાર સુધીમાં ૪૧ શ્રદ્ધાળુઓ મોતને ભેટ્યા છે. મોટા ભાગના શ્રદ્ધાળુઓનું મૃત્યુ હાર્ટ એટેક આવવાના કારણે થયું છે. યાત્રા દરમિયાન ઉંચા ચઢાણ વખતે શ્રદ્ધાળુઓના લોહીમાં ઓકિસજનની માત્રા ખૂબ જ ઘટી જતી હોય છે અને અને મોટેભાગે આ જ કારણે શ્રદ્ધાળુઓ મોતને ભેટતા હોય છે. બુધવારે જ વધુ બે શ્રદ્ધાળુઓ કેદારનાથ અને ગંગોત્રીમાં હાર્ટ એટેક આવવાના કારણે મોતને ભેટ્યા હતા.
આ વર્ષે શ્રદ્ધાળુઓનો મૃતકઆંક ૨૦૧૮ની સરખામણીએ ખૂબ વધારે છે. ગયા વર્ષે પહેલા મહિનામાં ૨૭ શ્રદ્ધાળુઓ મોતને ભેટ્યા હતા. તેમજ છ મહિના સુધી ચાલનારી આ યાત્રામાં લગભગ ૬૫ શ્રદ્ધાળુઓ મોતને ભેટ્યા હતા. હવામાનની સતત બદલતી રહેતી પરિસ્થિતિઓને કારણે ચાર ધામની યાત્રાનો સમાવેશ કરવામાં આવે છે.
રૂદ્રપ્રયાગના સીએમઓ ડોક્ટર એસ કે ઝાએ શ્રદ્ધાળુઓના મૃત્યુ થવા અંગે કહ્યું ‘લોહીમાં ઓકિસજનનું પ્રમાણ ૮૦ સ્ૐ ૐય્થી ઓછું થઈ જવાના કારણે શરીરનાં કેટલાક ભાગ પર તેની વિપરીત અસર પડતી હોય છે. કેદારનાથની આ દુર્ગમ યાત્રા અને હવામાનની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખતા અમે ઉંમરલાયક અને બીમાર નાગરિકોને અપીલ કરીએ છે કે તેઓ આ યાત્રા પર ન આવે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY