અસઈઝ ટ્રેડિંગ કંપનીના ભાગીદારો દ્વારા રૂ. ૬૩.૧૨ લાખની છેતરપિંડી

0
8

ત્રણ ભાગીદારોએ જોબવર્ક કરાવી પેમેન્ટ ચૂકવ્યું નહીં
સુરત, તા. ૮
મહિધરપુરાના અસઈઝ ટ્રેડિંગના ત્રણ ભાગીદાર સામે જોબવર્ક કરનારા વેપારીઓએ રૂ. ૬૩.૧૨ લાખની ઠગાઈ કર્યાની ફરિયાદ સલાબતપુરા પોલીસ સ્ટેશને નોંધાવી હતી.
સલાબતપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપીઓ હષુવર્ધન રમેશભાઈ કુંભાણી સુરેશ જયંતિલાલ રાઠોડ, મોહનલાજી પુરોહિત (અસઈઝ ટ્રેડિંગના ભાગીદારો)એ ફરિયાદી નિકુલભાઈ બાબુભાઈ વઘાસિયા તથા અન્યો પાસે જાબકામ કરાયુ હતું. આ જોબકામનું રૂ. ૬૩,૧૨,૨૮૪નું પેમેન્ટ નિયમન સમય મર્યાદાના ચૂકવવાનો વાયદો કર્યા બાદ પેમેન્ટ નહીં ચૂકવી ફરિયાદી સહિતના વેપારીએ સાથે વિશ્વાસઘાત-છેતરપિંડી કરી હતી. આ અંગે સલાબતપુરા પોલીસે નિકુલભાઈ બાબુભાઈ વઘાસિયાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY