કચરાના નિકાલ માટે ભાંડુત ગામની જમીન નહીં ફાળવવા ખેડૂત સમાજની માંગણી

0
320

ગુજરાત ખેડૂત સમાજે કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદન પાઠવ્યું
સુરત, તા.૩૧
સુરત મહાનગરપાલિકાની સૂચિત ભાંડુત ગામ અોલપાડ ખાતે આવનાર કચરા નિકાલ માટે જમીન ફાળવણી નહીં કરવાની માંગમી કરતુ આવેદન પત્ર ગુજરાત ખેડૂત સમાજ દ્વારા સુરત કલેક્ટર મારફતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પાઠવવામાં આવ્યું છે.
ખેડૂત સમાજે આવેદન પત્રમાં જણાવ્યું છે કે, અોલપાડ તાલુકાના ભાંડુત ગામના બ્લોક નં.૫૪-૫૫ અને ૧૯૧ની ૯૧.૬૪ હેક્ટર જમીનમાં સુરત શહેરનો મ્યુનિસિપલ સોલીડ વેસ્ટ નાંખવાનું આયોજન કરવામાં આવેલ છે. સુરત શહેરનો ગંધાતો કચરો સુરત શહેરથી ૩૫ કિમી દૂર કાંઠા વિભાગના સુંદર હરિયાળા અને રળીયામણા વાતાવરણ, ખેતી અને પશુપાલન પર નભતા કુદરતી ગામમાં લાવી કાંઠા વિસ્તારમાં નિકાલ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સરકારી જમીન ફાળવણીની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. આ જગ્યા પર સરકારની ખાર ખરાબાની પર જમીન વિકાસ નિગમ લિ.ની. ક્ષાર નિયંત્રણ યોજના હેઠળ તળાવ અને પાળા નાંખવાનું કામ કરવામાં આવેલ હતું. આજે એના લાભ રૂપે બ્લોક નં.૫૫ની ૮૩ હેક્ટïર જમીન પર વરસાદી પાણીનો સંગ્રહ થઈ રહ્ના છે અને મીઠા પાણીનું સરોવર બનેલ છે. જળ સંચય યોજના થકી ઊભી થયેલ યોજનાના પાણીનો લાભ વિભાગના ખેડૂતો અને જનતા લઈ રહી છે. આ ગામની નજીક આવેલ આ વિશાળ પાણીના સરોવર પર સુરત મહાનગરપાલિકા ઘન કચરાના નિકાલનો પ્લાન્ટ બનાવવા ઈચ્છે છે. જે પ્રસ્થાપિત પર્યાવરણના નીતિ નિયમોની વિરૂદ્ધ છે. વળી આ સૂચિત જમીન નજીક સરકારી આવાસ તથા ગામ લોકોના રહેઠામ આવેલ છે. જેની સામે તમામ સ્થાનિક લોકો, ગ્રામ પંચાયતો, લોક સંસ્થાઅો અને ચૂંટાયેલા પ્રતિનિધિઅોએ સખત વાંધો લીધેલ છે. ખેતી, પશુપાલન અને કુદરતી વાતાવરણમાં જીવવા ટેવાયેલ ગામ લોકોને માથે શહેરી કચરાનું પ્રદૂષણ નાંખવું એ ગુજરાત સરકારનું ખૂબ જ અન્યાયી દુઃખદ પગલું છે.
ગુજરાતમાં વડોદરા, રાજકોટ, અમદાવાદ અને સુરત શહેરમાં આવેલ મ્યુનિસિપલ સોલીડ વેસ્ટ માટે ઘન કચરાના નિકાલની વ્યવસ્થાઅો સંપૂર્ણપણે નિષ્ફળ નીવડેલ છે
આભાર – નિહારીકા રવિયા અને તેમાંથી હવા, જમીન અને પાણીનું ભયંકર પ્રદૂષણ ફેલાઈ રહ્નાં છે ત્યારે સુરત શહેરથી ૩૫ કિમી દૂર કાંઠા વિસ્તારના ગામડાઅોમાં આવી વ્યવસ્થા ઉભી કરવી એ સ્થાનિક લોકોના કુદરતી પર્યાવરણ અને તેમના આરોગ્યની હત્યા કરવા સમાન છે. ભારતમાં ભ્રષ્ટાચાર અને સરકારની નિષ્ક્રિયતાને લીધે કચરાના નિકાલની સુવિધાઅો પ્રદૂષણ ફેલાવી રહી છે. ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે વિકસેલા શહેરની વચોવચ કચરાના નિકાલના પ્લાન્ટ સફળતા પૂર્વક ચાલે છે જ્યાં કોઈ પ્રદૂષણની સમસ્યાઅો નથી.
ગુજરાત રાજ્યમાં સમ ખાવા પૂરતી એક પણ મહાનગરપાલિકા નથી કે જે સોલીડ વેસટ મેનેજમેન્ટ માટેના નિયમોનું સંપૂર્ણ પાલન કરતી હોય. આપ જાણો જ છો કે આપના મત વિસ્તાર રાજકોટમાં પણ નાકરાવાડી ખાતે આવેલ કચરાના ઉકરડા બાબતે કોર્ટ કેસ ચાલે છે અને લોકો આ પ્રદૂષણને લીધે દુઃખી છે અને આંદોલનો પણ કરી રહ્ના છે. તેમ પણ આવેદન પત્રમાં જણાવાયું છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY