રોયલ ડ્રેગન દ્વારા મશીનરીની વિશાળ શ્રેણીની રજૂઆત

0
10

રઘુવીર ટેક્ષ્ટાઈલ મોલ ખાતે નવી ઓફિસની ભવ્ય શરૂઆત
સુરત, તા.૧૦
ટેક્સટાઈલ ક્ષેત્રે સુરતમાં હાઈસ્પીડ ટેકનોલોજીના મશીન લાવનાર રોયલ ડ્રેગન ટ્રેડકોમ પ્રા.લિ. કંપનીએ સફળતાપૂર્વક ૧૫ વર્ષ પૂર્ણ કર્યા છે. રોયલ ગ્રુપની આ કંપનીને સુરતમાં એમ્બ્રોઈડરી ઈન્ડસ્ટ્રીઝને નવી વ્યાખ્યા આપી બેજોડ તકનીક આધારિત મશીનો રજૂ કર્યા. પાવર સેવિંગ ટેકનોલોજી સાથે વધુ ઉત્પાદન ધરાવતી રોયલ ડ્રેગનની એમ્બ્રોઈડરી મશીને સૂરત તથા આસપાસના વિસ્તારોમાં જબરજસ્ત લોકચાહના મેળવી છે. રોયલ ડ્રેગન ટ્રેડકોમ કંપનીએ ૯મી જૂને આઈમાતા રોડ, ડીઆર વર્લ્ડ મોલ પાછળ રઘુવીર ટેક્સટાઈલ મોલમાં તેની ઓફિસનું ઉદ્દઘાટન કર્યુ. આ સાથે જ કંપનીને નવી ટેકનોલોજી આધારિત એમ્બ્રોઈડરી મશીનનો લાઈવ ડેમો યોજ્યો હતો. અહીં ઉપસ્થિત ટેક્સટાઈલ ઉત્પાદકોએ મશીનનો ડેમો જોઈ તેના વખાણ કર્યા તેમજ સ્પોટ બુકિંગ પણ કરાવ્યા હતા.
આ પ્રસંગે રોયલ ડ્રેગન ટ્રેડકોમના ડિરેક્ટર મયુરભાઈ નાકરાની, ભાવેશભાઈ નાકરાણી તથા દેવકીશનભાઈ ખાસ ઉપસ્થિત રહ્ના હતા. શ્રી મયૂરભાઈ નાકરાણીએ જણાવ્યું હતું ‘કેરિયલ હાઈસ્પીડ ૧૨૦૦ આરએમપી ન્યુ ડ્રેગન-પ્રો મશીન બેજોડ ટેકનોલોજી સાથે રજૂ થયા છે. જેમાં પાવર સેવિંગ મોડ સાથે વધુ ઉત્પાદન મળે છે. વર્ષ ૨૦૦૪માં સિલાઈ મશીનના વેચાણ સાથે શરૂઆત કરનાર રોયલ ડ્રેગન બ્રાન્ડ હેઠળ વર્ષ ૨૦૦૭માં હાઈસ્પીડ એમ્બ્રોઈડરી મશીન રજૂ કરવામાં આવ્યા હતા. કંપનીએ રજૂ કરેલા સિકવેન્સ, કોડિંગ, ડોટી, ચેઈન સ્ટીચ, મલ્ટી હેડ એમ્બ્રોઈડરી મશીન ફેબ્રિક્સમાં વેલ્યૂ એેડિશન ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવામાં ઉણા ઉતર્યા છે.’

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY