સત્ય સાંઈ સેવા સમિતિ મરોલી દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
સુરત, તા.૧૦
નગર સેવક ત્રિભોવન ચાવડાના ૬૫માં જન્મદિવસે રેડક્રોસ નવસારીના સહકારથી ગૌરીશંકર મહોલ્લો શાળાïમાં યોજાયેલ રક્તદાન શિબિરને ખુલ્લો મુકતા ધારાસભ્ય પિયુષ દેસાઈએ જણાવ્યું હતું કે નગર સેવક ત્રિભોવન ઉર્ફે કાલુભાઈનું સદ્કાર્ય બીજાને પ્રેરણા આપી રહ્નાં છે. એમની જન્મતિથિએ આ ચોથો રક્તદાન શિબિર એમાં સાતત્યતા છે. એમના જાહેર જીવન સંપર્કમાં આવેલા કાર્યકર્તાએ રકતદાનનો સંદેશો આપ્યો અને બધા હાજર રહ્ના એમાં એમની ઉંચાઈ અને આભા જાવા મળે છે. સહમંત્રી પ્રા. જશુભાઈ નાયકે જાહેર જવનની અતિવ્યસ્તતામાં જન્મતિથિને રક્તદાન સાથે સાંકળી એ વિચાર માટે સમગ્ર કાર્યકર્તાઓનો રૂણ સ્વીકાર કર્યો હતો. પ્રત્યુત્તરમાં ત્રિભોવન ચાવડાએ જણાવ્યું હતું કે જન્મતિથિ રક્તદાન શિબિરનું આયોજન કરી ઉજવો એ પુણ્યનું કામ છે. એ પ્રેરણા પ્રા. જશુભા નાયકની છે. ૧૧૫ રક્તદાતાઓ રક્તદાનને શ્રેષ્ઠ દાન સમજીને આવ્યા એમાંથી મને નવી તાકાત જુસ્સો મળે છે. પાલિકા નવસારીના સદસ્યો, વરિષ્ઠ અધિકારીઓ, ભાજપ કોંગ્રેસના અગ્રણીઅો એમને પોંખવા ઉમટી પડ્યા હતા. રક્તદાતાને આકર્ષક ભેટ આપવામાં આવી હતી. આ ગરમીના દિવસોમાં શ્રી સત્ય સાંઈ સેવા સમિતિ મરોલી-કડોલી વિભાગના ઉપક્રમે પણ તા.૨-૬-૨૦૧૯ના રોજ રક્તદાન શિબિર યોજાયો હતો. એમાં કાંઠા વિભાગના ૭૫ જેટલા સાંઈ રામે રક્તદાન કરી રેડક્રોસ નવસારીની બ્લડ બેંકને સમૃદ્ધ કરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



