ઓસી.ક્રિકેટર જોન હેસ્ટિંગનું કરિયર ખતરામાં,ફેફડામાંથી વહે છે લોહી

0
11
Australia’s John Hastings looks at the ball before he bowls during their T20 cricket match against South Africa in Cape Town, South Africa, Wednesday, March 9, 2016. (AP Photo/Schalk van Zuydam)

મેલબર્ન,તા.૧૩
આૅસ્ટ્રેલિયાના આ ઝડપી બોલર જાન હેસ્ટિંગ્સનું કરિયર ફેંફડાની બીમારીના કારણે ખતરામાં નજર આવી રહ્યું છે. આ બીમારીના કારણે તે અનિશ્ચિંત સમય માટે આરામ પર ચાલ્યો ગયો છે. એક વેબસાઇટની રિપોર્ટ અનુસાર, હેસ્ટિંગ્સ જ્યારે પણ બોલિંગ કરે છે, તેમના ફેંફડાડી લોહી વહેવા લાગે છે. જાકે ડાક્ટર્સ અત્યાર સુધીમાં આ વાતની જાણકારી મેળવી શક્્યા નથી કે, તેમને ક્્યાં પ્રકારની બીમારી છે.
હેસ્ટિંગ્સએ આૅસ્ટ્રેલિયાના રેડિયો સ્ટેશન આરએસએનને શુક્રવારે કહ્યું,’મારા માટે કદાચ ગત ચાર-પાંચ મહિનાનો સમય ખુબ જ ખરાબ રહ્યો છે. જ્યારે પણ હું તૈયાર થાવ છું અને બોલિંગ કરવા માટે જાવ છું. તો મારા ફેંફડામાં લોહી વહેવા લાગે છે.
હેસ્ટિંગ્સે પહેલાથી જ ટેસ્ટ અને વન-ડેથી સંન્યાસ લઇ લીધો છે. જ્યારે ટી-૨૦માં તે અત્યારે પણ રમી રહ્યો છે. તે બીગ બૈશ લીગ (બીબીએલ)ના ૧૯ ડિસેમ્બરથી શરૂ થઇ રહેલ આગામી સંસ્કરણમાં સિડની સિક્સર્સ માટે રમવાનો છે.
તેણે કહ્યું,’વાત એ છે કે, જા આ સ્થિતિ ઠીક ન થાય તો હું આ વર્ષે બોલિંગ કરી શકીશ નહી. આ ખુબ જ પરેશાન કરનારી વાત છે. હું આથી અત્યારે ખુબ જ સંભાળી રહ્યો છું. પરંતુ વીતેલા ચાર-પાંચ મહિના મારા માટે ખુબ જ મુશ્કેલીભર્યા રહ્યા છે. મેં આ રમતને જિંદગીભર રમ્યો છું અને આગળ પણ રમવા માંગુ છું. હું સમગ્ર દુનિયાભરમાં રમવા માંગુ છું. આ જ કારણે મેં વન ડે અને ટેસ્ટમાંથી સંન્યાસ લઇ લીધો હતો.
તમને જણાવી દઇએ કે, હેસ્ટિંગ્સે આૅસ્ટ્રેલિયા માટે એક ટેસ્ટ અને ૨૯ વન ડે મેચ રમી છે. આ પછી તેણે આ બંન્ને પ્રારૂપોથી ગત વર્ષે ઓક્ટોબરમાં નિવૃત્તિ જાહેર કરી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY