શિલોંગ,તા.૨૯
મેઘાલયની એક કોલસા કૌભાંડમાં ફસાયેલા ૧૫ ખનિકોને બચાવવા માટે રેસ્ક્્યૂ દરમિયાન શનિવારે મજૂરોના હેલમેટ્સ મળ્યા છે. બચાવ દળને હાલ ખાણમાંથી મજૂરોના ત્રણ હેલમેટ મળ્યા છે. તેની સાથે ૧૩ ડિસેમ્બરથી ફસાયેલા ૧૫ ખનિકોને બચાવવાના અભિયાનમાં શનિવારે ભારતીય નેવી પણ જાડાઇ હતી. અધિકારીઓએ શુક્રવારે તેની જાણકારી આપી હતી.
નેવીના પ્રવક્તાએ એક ટ્વિટમાં કહ્યું કે, આંધ્રપ્રદેશમાં વિશાખાપટ્ટનમથી ૧૫ સભ્યો ગોતાખોર ટીમ શનિવારે સવારે પૂર્વી જયંતિયા પર્વતીય જિલ્લાના સુદૂરવર્તી લુમ્થારી ગામ પહોંચી હતી. તેમણે કહ્યું, આ ટીમ વિશેષ રૂપથી ડાઇવિંગ ઉપકરણો લઇ જઇ રહી છે, જેમાં પાણીની અંદર શોધવામાં રિમોર્ટ સંચાલિત વાહનનો પણ સમાવેશ થાય છે.
પંપ નિર્માતા કંપની કિર્લોસ્કર બ્રધર્સ લિમિટેડ અને કોલ ઇન્ડિયાએ શુક્રવારે સંયુક્ત રૂપથી મેધાલયના તે સુદૂરવર્તી કોલસા ખાણ માટે ૧૮ હાઇ પાવર પંપ રવાના કર્યા છે, જ્યાં ૧૫ ખનિકો ફસાયેલા છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, વાયુસેનાએ ભુવનેશ્વરથી વિમાન મારફતે ૧૦ પંપ પહોંચાડ્યા છે.
આ ઘટના વચ્ચે ભુવનેશ્વરથી મળેલા એક રિપોર્ટ અનુસાર, ઓડિશા ફાયર સેવાના ૨૦ સભ્યોની ટીમ ઉપકરણોની સાથે શુક્રવારે શિલાંગ માટે રવાના થઇ હતી. ઉપકરણોમાં હાઇ પાવર પંપ, હાઇટેક ઉપકરણ અને સર્ચ અને બચાવ અભિયાનમાં સ્થાનિક પ્રશાસન માટે મદદગાર ઘણા ગેજેટનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી કોનરાડ કે. સંગમાએ કોલસા કૌભાંડના મુદ્દા પર રાષ્ટ્રીય રાજધાનીમાં ગુરુવારે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





