જયપુર,તા.૧૦
આગની ભઠ્ઠીની જેમ શેકાઈ રહેલા રાજસ્થાનમાં રવિવારે ગરમીના તમામ રેકોર્ડ તૂટ્યા છે. રાજસ્થાનના ધોલપુરમાં રવિવારે તાપમાનનો પારો ૫૦ ડિગ્રીએ પહોંચ્યો હતો. ધોલપુર છેલ્લા ચાર દિવસથી રાજસ્થાનનું સૌથી ગરમ સ્થળ રહ્યુ છે. રવિવારે પાંચમાં દિવસે પણ તાપમાનનો પારો ૫૦ ડિગ્રીએ પહોંચ્યો હતો. નગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો.
છેલ્લા ચાર દિવસથી આગની ભઠ્ઠી બનેલા ધોલપુરમાં તાપમાનનો પારો ૫૦ ડિગ્રીએ પહોંચ્યો હતો. સિંચાઈ વિભાગના આંકડા મુજબ ધોલપુરમાં રવિવારે બપોરે ત્રણ વાગ્યે તાપમાનનો પારો ૫૦ ડિગ્રીએ પહોંચ્યો હતો. ધોલુપરમાં અત્યારસુધીમાં સૌથી વધુ ગરમી છે. ગત વર્ષે ધોલપુર ૪૯ ડિગ્રીએ પહોંચ્યું હતું.
રાજસ્થાન ભીષણ ગરમીનો સામનો કરી રહ્યુ છે. રવિવારે બપોરે ૨.૩૦ વાગ્યે રાજસ્થાનના શ્રીગંગા નગરમાં તાપમાનનો પારો ૪૮.૦૦ ડિગ્રીએ પહોંચ્યો હતો. જે સિઝનની સૌથી વધુ ગરમી હોઈ શકે છે. જ્યારે રાજસ્થાનના ચૂરૂ, બીકાનેર, અને જાધપુર, બાડમેર અને જેસલમેરમાં પણ સતત ગરમી પડી રહી છે. ધોલપુરમાં મુખ્ય માર્ગો પર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો.
રવિવારે બપોરે રાજસ્થાનના કોટમાં ૨.૩૦ વાગ્યે તાપમાનનો પારો ૪૮.૦૦ ડિગ્રીએ પહોંચ્યો હતો. અહેવાલો મુજબ રાજસ્થાનમાં ગરમીના કારણે અત્યાર સુધીમાં ૧૮થી વધુ મોત થઈ ગયા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




