સુરત,તા.૧૦
આજથી ઉનાળું વેકેશન પુરૂં થઇને નવું શૈક્ષણિક સત્ર શરૂ થઇ ગયું છે. ત્યારે બાળકોનો સોમવારે ભણવાના પહેલા દિવસે જ સુરતના ગોપીપુરા વિસ્તારની રાયચંદ દીપચંદ શાળામાં આગ લાગી હતી. પ્રાથમિક તારણ મુજબ શોટ સર્કિટના કારણે આગ લાગી હોવાની વાત સામે આવી છે.
જા કે આખી ઘટનામાં મહત્વની વાત એ રહી કે આગ વિકરાળ સ્વરુપ ધારણ કરે તે પહેલા જ શાળાના ૭૬ વર્ષના કર્મચારી શ્રવણભાઈએ ફાયર સેફ્ટીના સાધનો લઈને આગ બુઝાવી દીધી. શ્રવણ ભાઈની સતર્કતાના કારણે સુરતમાં વધુ એક મોટી ઘટના ઘટતા બચી ગઈ હતી.
મહત્વની વાત એ છે કે રાયચંદ દીપચંદ સ્કૂલમાં સવારે બાળકો આવે તે પહેલા જ આગ લાગી હતી. શાળાની બહાર એક મીટર હતું તેમાં શોર્ટ સર્કિટ થવાને કારણે સ્પાર્ક થયો હતો. જાકે ત્યાં ફાયર સેફ્ટીનાં સાધનો સજ્જ હતા જેના કારણે મોટી દુર્ઘટના થતા થતા રહી ગઇ છે. આ આગ શાળાનાં કર્મચારીએ જ બુઝાવી દીધી છે.
આ અંગે જ્યારે શ્રવણભાઇ સાથે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું કે, ‘અમે બેઠા હતા અને મીટર પેટીમાંથી ધુમાડો નીકળતા જાયો અને વાયરની બળવાની દુર્ગંધ આવવા લાગી હતી. તે જાઇને તરત જ ફાયર સેફ્ટીનાં સાધનો હતાં તે ચાલુ કરી દીધા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





