ક્રાઈમ બ્રાન્ચમાં હાજરી પુરાવા ગયેલા કથીરિયાને પોલીસે નોટિસ પકડાવી દીધી
સુરત, તા. ૨
રાજદ્રોહના ગુનાનો આરોપી અલ્પેશ કથીરિયાના જામીદ રદ કરવા માટે ડીસીબી દ્વારા એક પરચૂરણ અરજી કોર્ટ સમક્ષ કરવામાં આવી હતી. અદાલતે તેની સામે નોટિસ કાઢી ૪થી જાન્યુઆરીના રોજ કોર્ટ સમક્ષ હાજર થવાનો હુકમ કર્યો હતો. આ નોટિસની બજવણી ડીસીબી દ્વારા અલ્પેશને કરવામાં આવી હોવાનું એસીપી આર. આર. સરવૈયાએ જણાવ્યું હતું. જાકે, રાજદ્રોહના ગુનામાં જામીન મુકત થયેલા આરોપી અલ્પેશ કોર્ટની શરતો મુજબ ડીસીબીમાં હાજરી પુરાવા ગયો ત્યારે તે તક ઝડપી લઈ ક્રાઈમ બ્રાંચ કોર્ટની નોટિસ હાથો-હાથ આપી દીધો હતો.
આ કેસની વિગતો એવી છે કે, મોટા વરાછા ક્રિષ્ણા રેસિડેન્સી ખાતે રહેતા વિપુલ દેસાઈ અને ચિરાગ દેસાઈને ત્યાં પહોîચી જઈ હાર્દિક પટેલ પોલીસ વિરુદ્ધ બેફામ નિવેદનો કર્યા હતા. પૂર્વ ડીસીપી મકરંદ ચૌહાણ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રાજદ્રોહનો ગુનો દાખલ કરી હાર્દિક, ચિરાગ તથા વિપુલ દેસાઈની ધરપકડ કરી હતી. અને ત્યારબાદ ડીસીબીએ આરોપી અલપેશ કથીરિયાની ધરપકડ કરી લાજપોર જેલમાં મોકલી આપ્યો હતો. અદાલતે તેને શરતી જામીન પર મુક્ત કર્યો હતો, આ જામીનની શરતમાં દર મહિનાની પહેલી તારીખે ડીસીબીમાં હાજરી પુરાવવી આ શરત મુજબ અલપેશ ક્રાઈમ બ્રાંચમાં હાજરી પુરાવવા ગયો હતો ત્યારે હાથોહાથ પોલીસ કોર્ટની નોટિસની બજવણી કરી હતી. બચાવ પક્ષે એડવોકેટ યશવંતસિંહ વાળા દલીલો કરશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





