ભાજપ સરકારમાં બેફામ ભ્રષ્ટાચારના વિરોધમાં સુરત કોગ્રેસના ધરણા

0
281

સુરત શહેર જિલ્લા કોગ્રેસે જિલ્લા કલેક્ટર કચેરી સમક્ષ મોરચો માંડ્યો
સુરત, તા. ૨
ગુજરાત રાજ્યમાં વિવિધ વિભાગોમાં વકરતા ભ્રષ્ટાચારોની સામે સુરત શહેર જિલ્લા કોગ્રેસ સમિતિના પ્રમુખ બાબુભાઈ રાયકાની આગેવાની હેઠળ કલેક્ટર કચેરીના પટાંગણમાં ધરણાં-દેખાવોનો કાર્યક્રમ યોજાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહેસૂલ વિભાગમાં ભ્રષ્ટાચાર વ્યાપક હોવાનો એકરાર કર્યો હતો. ત્યારે આવા ભ્રષ્ટાચારીઅોને સામે કાર્યવાહી કરવાને બદલે મુખ્યમંત્રી વિજય રૂપાણીની આ કબુલાત ભાજપ સરકારમાં વધતા ભ્રષ્ટાચારની સાબિતી આપી હતી. ગુજરાતની ભાજપ સરકારમાં દરેક વિભાગોમાં બેફામ ભ્રષ્ટાચાર વધતો જાય છે. જેના વિરોધમાં આજે કલેક્ટર કચેરી ખાતે સુરત શહેર જિલ્લા કોગ્રેસ સમિતિએ ધરણાં યોજી દેખાવો કર્યા હતા. આ ધરણાના કાર્યક્રમમાં મનપાના વિપક્ષી નેતા પ્રફુલ્લ તોગડીયા, માજી પ્રમુખ શંભુ પ્રજાપતિ, ડો. રવિન્દ્ર પાટીલ, પ્રભુદાસ પટેલ, વિજય પાનસુરીયા, મેઘના પટેલ, મહેન્દ્ર સુરતીયા વગેરે મોટી સંખ્યામાં કોગ્રેસના આગેવાનો કાર્યકરો જાડાયા હતા. દરમિયાન સુરત શહેર કોગ્રેસ પ્રમુખ બાબુભાઈ રાયકાએ જણાવ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રીએ કબુલાત કરવી પડે છે કે ગુજરાતનું મહેસૂલ તંત્ર સૌથી ભ્રષ્ટ છે. આ બાબત ગુજરાત સરકાર માટે શરમજનક તથા ગુજરાતની જનતા માટે કમનસીબ છે તેમ પણ સુરત શહેર જિલ્લા કોîગ્રેસ પ્રમુખ બાબુભાઈ રાયકાએ જણાવ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY