સમયસર પેમેન્ટ નહીં કરી કલકત્તાના બે આરોપીઓ ફરાર
સુરત, તા.૧૧
મહિધરપુરા-ઝાંપાબજાર ખાતે આવેલા એક લેસપટ્ટીના વેપારી પાસેથી લેસપટ્ટીનો માલ ઉધારમાં ખરીદીને સમયસર પેમેન્ટ નહીં કરી રૂ.૭.૧૮ લાખનો વિશ્વાસઘાત કરી કલકત્તાના બે આરોપીઅો ફરાર તઈ ગયા હોવાનો બનાવ મહિધરપુરા પોલીસ મથકમાં નોંધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ભટાર અલથામ સ્વસ્તિક પાર્ક ખાતે સંપતસિંહ અમરસિંહ રાઠોડ રહે છે. તેમની એક લેસપટ્ટીની દુકાન ઝાંપાબજાર નવાપુરા તાજ હોટલ પાસે આવેલી છે. કલકત્તાના વેપારી સંજય ધાગા અને લક્ષ્મી ટ્રેડર્સના પ્રોપરાયટર દિપકભાઈ સોનકર વગેરેઅોએ તેમની પાસેથી ઉદારમાં રૂ.૭.૧૮ લાખનો લેસપટ્ટીનો માલ ખરીદ્યો હતો. સમયસર પેમેન્ટ નહીં કરી મારી નાંખવાની ધમકી આપી દુકાન તથા મોબાઈલ ફોન બંધ કરી વિશ્વાસઘાત કરી ફરાર થઈ ગયા હતા. મહિધરપુરા પોલીસ મથકમાં સુરતના વેપારીએ કલકત્તાના બે આરોપીઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




