જાહેરમાં ચોરીના બે બનાવ નોંધાયા
સુરત, તા.૧૧
ભાગળ ચાર રસ્તા પાસે આવેલી કરિયાણાની દુકાનમાંથી રોકડા અને અમરોલી વિસ્તારના એક ઘરમાંથી રોકડા સહિત સોના ચાંદીના દાગીના ચોરાયા હતા.
પ્રથમ બનાવમાં ભાગળ ચાર રસ્તા વિનીત આર. શાહ નામની કરિયાણાની દુકાનમાંથી રોકડા રૂ.૧,૪૧,૧૭૫ ચોરાયા હતા. દુકાન માલિક વિનીતભાઈ રણજીતભાઈ શાહે મહિધરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
બીજા બનાવમાં અમરોલી જકાતનાકા લંકાવિજય મંદિરની સામે ઘર નં.૫માંથી અજાણ્યો ચોર રોકડા રૂ.૨૮૦૦૦ અને સોના ચાંદીના દાગીના મળી કુલ રૂ.૫૭૦૦૦ની મતા ચોરી કરી ગયા હતા. ઘર માલિક ચેતનકુંવર સંજના કુંવરે કતારગામ પોલીસ મથકે ફરિયાદ આપી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




