સુરત કોર્ટે તેના જામીન રદ કર્યા હતા
સુરત, તા.૧૧
અમરોલી પોલીસ મથકના રાજદ્રોહના ગુનામાં લાજપોર જેલમાં બંધ આરોપી અલ્પેશ કથીરિયા દ્વારા રજૂ કરવામાં આવેલી જામીન અરજીની સુનાવણી આજે ગુજરાત હાઈકોર્ટમાં હાથ ધરાઈ હોવાનું તેમના એડવોકેટ યશવંતસિંહ વાળા અને રફીક લોખંડવાળાએ જણાવ્યું હતું.
આ કેસની વિગતો એવી છે કે, પાટીદાર આંદોલન દરમ્યાન મોટાવરાછા ખાતે ક્રિષ્ણા રેસીડેન્સી ખાતે રહેતાં વિપુલ અને ચિરાગ દેસાઈને ત્યાં જઈને હાર્દિક પટેલે પોલીસ વિરૂદ્ધ બેફામ નિવેદન કર્યા હતા. આ નિવેદનો કર્યા બાદ અમરોલી પોલીસ મતકમાં હાર્દિક પટેલ સહિત અન્ય ઈસમો સામે રાજદ્રોહનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનામાં ડીસીબીએ આરોપી અલ્પેશ કથીરિયાની ધરપકડ કરી હતી અને ત્યારબાદ તેનો જામીન પર છુટકારો થતા તેણે સરથાણા, વરાછા અને કાપોદ્રા વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિનો ભંગ કરતા ડીસીબીએ તેની ફરી ધરપકડ કરી લાજપોર જેલમાં મોકલી આપ્યો હતો. સુરત કોર્ટે તેના જામીન રદ કર્યા બાદ તેમણે એડવોકેટ રફીક લોખંડવાળા મારફતે હાઈકોર્ટમાં રજૂ કરેલી જામીન અરજીની સુનાવણી આજે હાથ ધરાઈ હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




