ભીંડા તોડવા બાબતે પૂછવા જતા ખેડૂતને માર ખાવાનો વારો આવ્યો

0
12

ખેડૂતને માર મરાયો
સુરત, તા.૧૧
ખેતરમાં ભીંડા તોડવા બાબતે પૂછવા જતા ત્રણ ઈસમોએ એક ખેડૂતને માર મારી પરાર થઈ ગયા હોવાનો બનાવ કામરેજ પોલીસ મથકમાં નોંધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કામરેજ અબ્રામા ગામ મંદિર ફળીયા ખાતે પ્રજ્ઞેશ વસંતભાઈ દેસાઈ રહે છે. ગતરોજ અબ્રામા ભરથામા ગામ તરફ જતા વસંત ભીમાભાઈ દેસાઈના ખેતરમાંથી નાગજ દેવજી માણીયા, હરીભાઈ માણીયા વગેરેઓ ભીંડા તોડતા હતા. ત્યારે પ્રજ્ઞેશભાઈએ ભીંડા કેમ તોડો છો ? તે બાબતે પૂછવા જતાં ઉશ્કેરાઈ ગયેલા ત્રણેય આરોપીઓએ ઢીક મુક્કીનો માર મારી શરીરના ભાગે ઈજાઓ પહોંચાડી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત ખેડૂતને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમણે કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY