વરાછા રોડ પરથી બાઈક ડીટેઈન કરતા ટ્રાફિક પોલીસ પર હુમલો

0
10

ટ્રાફિક પોલીસ સાથે ઝપાઝપી કરનાર વિરુદ્ધ ગુનો દાખલ
સુરત, તા. ૨૮
વરાછા રોડ બરોડ બ્રિસ્ટેજ પાસે પાર્ક કરેલી એક મોટર સાઈકલ ઉપાડીને લઈ જતા હતા આ દરમિયાન વાહન માલિકે ત્યાં આવી પહોંચી ટ્રાફિક પોલીસ સાથે બોલાચાલી કરી ઝપાઝપી કરતા વરાછા પોલીસ મથકમાં તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વરાછા રોડ પર ટ્રાફિક શાખાના હેડ કોન્સ્ટેબલ ખીમાભાઈ રાજાભાઈ અનાર્મ પોતાના વિસ્તારમાંથી પોતાના વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્ના હતા ત્યારે બરોડા પ્રિસ્ટેજ જય અંબે વેસ સેન્ટર પાસે મોટર સાઈકલ ટોઇંગ કરવાની કામગીરી કરતા હતા. આ દરમિયાન અમરોલી સાયણ રોડ સાંઈ અસ્થા રેસિડેન્સી ખાતે રહેતા યતીશભાઈ ખોખતીરા નામની વાહન માલિકની બાઈક ઉઠાવી હતી. યતીશભાઈએ ટ્રાફિક પોલીસ સાથે બોલા ચાલી કરી ઝપાઝપી કરી હતી. ટ્રાફિક પોલીસે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY