સુરત,તા.૧૧
નવા શરૂ થતાં શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે જ કતારગામ અને ઉત્રાણ વિસ્તારમાં આવેલી ગજેરા સ્કૂલમાં વાલીઓએ ફી વધારાના મુદ્દે હોબાળો મચાવ્યો છે. ગત રોજ સાંજ સુધી વિરોધ કરનાર વાલીઓ આજે બીજા દિવસે બાળકોને અભ્યાસથી અળગા રાખી સવારે ૬ વાગ્યાથી વિરોધ નોંધાવી રહ્યા છે.
ખાનગી શાળામાં ફી નિયમન માટે રચવામાં આવેલી એફઆરસી દ્વારા જાહેર કરવામાં આવેલા ફીના મળખા ના કારણે ધણી શાળાઓની ફીમાં વધારે થયો છે જેના કારણે વાલીઓમાં રોષ ફેલાયો છે. કતારગામ ગજેરા સર્કલ પાસે આવેલી ગજેરા વિદ્યાલયમાં બાળકોને મૂકવા માટે ગયેલા વાલીઓને ફી વધારાની જાણ થઇ હતી. ફીમાં અંદાજે રૂ. ૪૫૦૦થી લઇને રૂ.૭૦૦૦ જેટલો વધારો થયો હોવાનો જણાતા વીલીઓમાં રોષ ફેલાયો હતો. ધીરે ધીરે જાણ થતાંજ કતારગામ અને ઉત્રાણમાં આવેલી ગજેરા વિદ્યાલય સ્કૂલ પર મોટી સંખ્યામાં વાલીઓ એકત્ર થઇ ગયા હતા.
શાળા દ્વારા લૂંટ ચલાવવામાં આવતી હોવાનું જણાવી ફી વધારો પાછો લેવાની માંગણી કરી હતી. ગત રોજ મહિલાઓ થાળી ચમચી લઇને શાળા પર આવી પહોંચી હતી અને થાળી વગાડી વિરોધ નોંધાવ્યો હતો. શાળાના આચાર્યએ હાલ ટ્રસ્ટી નહીં હોવાથી કોઇ નિર્ણય નહીં લઇ શકાય જેથી અઠવાડિયા બાદ આવવાનું જણાવ્યું હતું. જાકે,વાલીઓએ આજે પણ ફી વધારાનો વિરોધ કરી રહ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



