મહિલા ડોક્ટરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા ખળભળાટ

0
10

સુરત,તા.૧૧
ભટાર વિસ્તારમાં રહેતી મહિલા ડોક્ટરે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી હતી. મૃતકના ગળાના ભાગે ઈજાના નીશાન અને પીએમમાં ઝેરી ઝોળીઓ ખાધી હોવાનું બહાર આવતાં સેમ્પલ એફએસએલમાં મોકલવામાં આવ્યાં છે. પારિવારિક ઝઘડામાં થયેલી આત્મહત્યા બાદ મૃતકના ભાઈએ હત્યા કે આત્મહત્યા અંગે યોગ્ય તપાસની માંગ કરી હતી.
ભટાર વિસ્તારમાં આવેલી વસંત વિહાર સોસાયટી ગેટ ૧માં રહેતી પ્રિયા આનંદ રમેશ ગાંધી (ઉ.વ.આ.૩૩)ના લગ્ન ચાર વર્ષ અગાઉ થયા હતાં. લગ્ન જીવન દરમિયાન એક પુત્ર પણ છે. પરંતુ પતિ પત્નીના પારિવારિક ઝઘડાના કારણે પ્રિયાએ ૧૦મીએ બપોરે ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પાંચ વાગ્યે પોલીસને જાણ કરાયા બાદ તપાસ કરતાં ૭ વાગી ગયેલા જેથી મંગળવારે પીએમ કરવામાં આવ્યું હતું.
હોસ્પિટલમાં પીએમ કરનાર તબીબે જણાવ્યું હતું કે, ફાંસાની સાથે મૃતકે ફાંસો સાથે એલ્યુમિનિયમ ફોસફાઇડ નામની ઝેરી ગોળીઓ ખાધી હોવાનું પણ બહાર આવ્યું છે. જેથી સેમ્પલ એફએસએલમાં મોકલવામાં આવ્યાં છે. જે રિપોર્ટ આવ્યા બાદ જ ઝેરની માત્રા અને મૃત્યું ફાંસાના કારણે કે ઝેરી દવાના કારણે તે સ્પષ્ટ થઈ શકશે. ગળા પર શંકાસ્પદ રીતે ઈજાના નીશાન મળ્યાંનું પણ તેમણે જણાવ્યું હતું.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY